ગુજરાતઃ ધારાસભ્યના સમર્થનમાં નગરપાલિકાના 22 સભ્યોએ રાજીનામા આપ્યા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમા ભાજપમાં ઉભા થયેલા અસંતોષની આગ ધીરે ધીરે વધી રહી છે. જેમાં ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને ઘરી દીધેલા રાજીનામાં બાદ આજે સાવલી નગરપાલિકાના ભાજપના ૨૨ સભ્યોએ પણ સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે. જેમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી એક તરફ ધારાસભ્ય કેતન ઇનામદારને મળીને તેમને સમજાવી કોશીષ કરે તે પૂર્વે
 
ગુજરાતઃ ધારાસભ્યના સમર્થનમાં નગરપાલિકાના 22 સભ્યોએ રાજીનામા આપ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમા ભાજપમાં ઉભા થયેલા અસંતોષની આગ ધીરે ધીરે વધી રહી છે. જેમાં ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને ઘરી દીધેલા રાજીનામાં બાદ આજે સાવલી નગરપાલિકાના ભાજપના ૨૨ સભ્યોએ પણ સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે. જેમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી એક તરફ ધારાસભ્ય કેતન ઇનામદારને મળીને તેમને સમજાવી કોશીષ કરે તે પૂર્વે નગરપાલિકા સભ્યોએ ઘરી દીધેલા રાજીનામાંથી ભાજપની મુશ્કેલીઓ વધી છે. તેમજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પગલે હજુ અનેક ઉથલ પાથલ થાય તેવી શક્યતા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમા ભાજપના કાર્યકરો અને ધારાસભ્યો ઉભો થઈ રહેલો સંતોષ હવે ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે. જેમાં ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આખરે વિકાસના ખોખલા વાયદાથી કંટાળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને સંબોધીને પત્ર લખ્યો છે.

જેમા ધારાસભ્યએ પત્રમા લખ્યું છે કે મારા વિસ્તારમા વિકાસ કાર્યો થતા નથી તેમજ મારી વારંવારની રજુઆત છતાં કામો થતા નથી.તેમજ લોકોએ મને કામ કરવા માટે મત આપ્યો છે અને હું તેમના કામને કરાવી શકતો નથી. તેમણે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ તેમના વિસ્તારની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતા હોવાનો પણ આક્ષેપ મુક્યો છે.જેના લીધે હું મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. આ ઉપરાંત કેતન ઈનામદારે એમ પણ લખ્યું છે કે હું મારા જેવા બીજા ધારાસભ્યના દર્દને વાચા આપી રહ્યો છું.