ગુજરાતઃ એક દિવસમાં કોરોના વાયરસના 26 કેસ નોંધાયા, કુલ 10082 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3,59,297 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
 
ગુજરાતઃ એક દિવસમાં કોરોના વાયરસના 26 કેસ નોંધાયા, કુલ 10082 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3,59,297 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,83,50,222 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 7, વડોદરામાં 2, રાજકોટમાં 2, ગીર સોમનાથ, પોરબંદરમાં 2-2, અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, નવસારી, વલસાડમાં 1-1 સહિત કુલ 26 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ સુરતમાં 5, વડોદરામાં 4, રાજકોટમાં 3, જામનગરમાં 3, કચ્છમાં 2, નવસારી, પોરબંદરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 140 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 134 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815575 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.