ગુજરાત: 3 મોટા શહેરોમાં દુષ્કર્મની 3 ઘટનાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક સલ સલામતના બણગા ફૂંકતી ગુજરાત સરકાર મહિલા સુરક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ લાગતી ન હોવાથી હવે મહિલા સુરક્ષાના સવાલો ઉઠ્યા છે. દેશમાં હાલ જ્યાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસ ચર્ચામાં છે, ત્યાં ગુજરાતમાં વડોદરા અને રાજકોટની સગીરાઓના બળાત્કારના મુદ્દાઓ ચર્ચામાં છે. ત્યાં આજે શનિવારની સવારે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ,
 
ગુજરાત: 3 મોટા શહેરોમાં દુષ્કર્મની 3 ઘટનાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક

સલ સલામતના બણગા ફૂંકતી ગુજરાત સરકાર મહિલા સુરક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ લાગતી ન હોવાથી હવે મહિલા સુરક્ષાના સવાલો ઉઠ્યા છે. દેશમાં હાલ જ્યાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસ ચર્ચામાં છે, ત્યાં ગુજરાતમાં વડોદરા અને રાજકોટની સગીરાઓના બળાત્કારના મુદ્દાઓ ચર્ચામાં છે. ત્યાં આજે શનિવારની સવારે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓ બની છે.

વડોદરામાં ફરી દુષ્કર્મ

વડોદરામાં સગીરાના દુષ્કર્મની શાહી સૂકાઈ નથી, ત્યાં વાઘોડિયાના ગુગલીયાપુરા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીરાનું અપહરણ કરી યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે વડોદરા પોલીસે આ ઘટનામાં UP થી આરોપીની ધરપકડ કરી છે. તો સાથે જ આરોપીનું હાથ મેડિકલ ચેકઅપ પણ હાથ ધરાયું છે. પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

રાજકોટમાં લાલચ આપીને કર્યું દુષ્કર્મ

રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. 25 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ખોટું નામ ધારણ કરી તેને ચોટીલામાં લઈ જઈને એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાને PSI બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવવામાં આવ્યાહ તા. ત્યારે મહિલાએ આ મામલે પોલીસનો દરવાજો ખખટાવ્યો છે. પોલીસ ફરિયાદ બાદ ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

તાંત્રિકે બે બહેનો સાથે કર્યું કુકર્મ

અમદાવાદમાં તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે એક ઠગ શખ્સે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું છે. આ તાંત્રિક 2008થી દુષ્કર્મ આચરતો હતો. ચંડાળ ચોકડી અને મેલી વિદ્યાના બહાને બને બહેનો પાસેથી તેણે 24 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. અલગ અલગ ગેસ્ટ હાઉસમાં વિધિના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.