ગુજરાત: કોંગ્રેસના 3 ઉમેદવારોને વિધાનસભાના અધ્યક્ષે MLA પદના શપથ લેવડાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપના ત્રણ ઉમેદવારોએ તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાં ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં હતાં, પરંતુ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. કોંગ્રેસના નવા ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ આજે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ શપથ લીધા હતા. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના 3
 
ગુજરાત: કોંગ્રેસના 3 ઉમેદવારોને વિધાનસભાના અધ્યક્ષે MLA પદના શપથ લેવડાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપના ત્રણ ઉમેદવારોએ તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાં ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં હતાં, પરંતુ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. કોંગ્રેસના નવા ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ આજે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ શપથ લીધા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના 3 નવા ઉમેદવારોને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અમિત ચાવડા, પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા. તમને જણાવી દઇએ કે, આજે કોંગ્રેસના 3 ઉમેદવારો રઘુ દેસાઈ, જસુ પટેલ, ગુલાબસિંહ રાજપૂતે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને માત આપીને ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા.

હવે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેમ છતાં ભાજપના ત્રણ ધારાસભ્યોએ જીત મેળવી હતી. આ સાથે જ ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ વધીને 103 થયું છે.