ગુજરાતઃ પરપ્રાંતીયો માટે જુદા-જુદા શહેરોમાંથી વધુ 34 ટ્રેનો રવાના થશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં વસવાટ કરતા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે કવાયત તેજ બની છે. મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગઇકાલ સુધીમાં ગુજરાતથી દેશના વિવિધ રાજ્યોમાં કુલ 67 ટ્રેનો રવાના થઇ છે. જ્યારે કે આજે પરપ્રાંતીયોને વતન પહોંચાડવા માટે વધુ 34 ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાતઃ પરપ્રાંતીયો માટે જુદા-જુદા શહેરોમાંથી વધુ 34 ટ્રેનો રવાના થશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વસવાટ કરતા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે કવાયત તેજ બની છે. મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગઇકાલ સુધીમાં ગુજરાતથી દેશના વિવિધ રાજ્યોમાં કુલ 67 ટ્રેનો રવાના થઇ છે. જ્યારે કે આજે પરપ્રાંતીયોને વતન પહોંચાડવા માટે વધુ 34 ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં સાબરમતી અને વિરમગામમાંથી 3-3 ટ્રેન યુપી જશે. રાજકોટમાં એક-એક ટ્રેન યુપી અને બિહાર જશે. વડોદરાથી 3 up ટ્રેનો જશે, જામનગરમાંથી 2 ટ્રેન 1 યુપી અને બિહાર રવાના થશે. ગુજરાતમાં જે લોકો લોકડાઉનનાં સમય દરમ્યાન જે લોકો ફસાયા છે તેમને પાછા લાવવા માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, ઉત્તર પ્રદેશ જવા માટે કુલ 39 ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. સુરતથી કુલ 28 ટ્રેનો રવાના થઇ ગઇ છે. ગુજરાતના જે વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ વિવિધ રાજ્યોમાં ફસાયા છે તેમને પરત લાવવાના પ્રયાસો સતત થઇ રહ્યા છે.