ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં 380 કેસ, 28ના મોત, કુલ દર્દી 6625

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથવાત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6625 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં
 
ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં 380 કેસ, 28ના મોત, કુલ દર્દી 6625

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથવાત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6625 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 6, આણંદમાં 1, ગાંધીનગરમાં 2, બનાસકાંઠામાં 15, પંચમહાલમાં 2, બોટાદમાં 7, દાહોદમાં 2, ખેડા 1, જામનગર 1, સાબરકાંઠા 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 396 પર પહોંચી ગયો છે. તો આજે 119 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1500 લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં જે મૃત્યુ થયા તેમાં 25 લોકોના મોત અમદાવાદમાં તો ગાંધીનગર, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 95191 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 6625 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો 88566 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હાલ રાજ્યમાં 4729 એક્ટિવ કેસ છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 58063 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જેમાંથી 53444 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જ્યારે 4392 સરકારી ફેસિલીટીમાં અને ખાનગી ફેસિલીટીમાં 227 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.

અમદાવાદમાં નવા 291 કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 4735 પર પહોંચી ગઈ છે. તો અમદાવાદમાં અત્યાર સુધી 298 લોકોના મોત થયા છે. જ્યારે 778 લોકો ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ બાદ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ 772 કેસ સામે આવ્યા છે. તો વડોદરામાં 421 કેસ નોંધાયા છે.