ગુજરાત: માત્ર કાગળ પર જ રહેલી યોજના પાછળ સરકારનો 5,683 લાખ ખર્ચ

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત સરકારે માત્ર કાગળ પર જ રહેલી એક યોજના પાછળ બે વર્ષમાં રૂ.5,683.01 લાખ ખર્ચી નાખ્યા છે. આ યોજનાનું નામ છે ‘કલ્પસર યોજના’. વર્ષ 1999માં મંજૂર થયેલી આ યોજના હજુ સુધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને સરકાર દ્વારા આ યોજનાના આયોજન પાછળ વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02
 
ગુજરાત: માત્ર કાગળ પર જ રહેલી યોજના પાછળ સરકારનો 5,683 લાખ ખર્ચ

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત સરકારે માત્ર કાગળ પર જ રહેલી એક યોજના પાછળ બે વર્ષમાં રૂ.5,683.01 લાખ ખર્ચી નાખ્યા છે. આ યોજનાનું નામ છે ‘કલ્પસર યોજના’. વર્ષ 1999માં મંજૂર થયેલી આ યોજના હજુ સુધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને સરકાર દ્વારા આ યોજનાના આયોજન પાછળ વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02 લાખ અને 31, મે 2019 સુધીમાં રૂ. 56.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાત: માત્ર કાગળ પર જ રહેલી યોજના પાછળ સરકારનો 5,683 લાખ ખર્ચ

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, કલ્પસર યોજના અંતર્ગત સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય સંબંધિત વિવિધ અભ્યાસો ઉપરાંત કલ્પસર ડેમ બનાવવા માટે વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. સરકારે માહિતી આપતા જણાવ્યું કે, “કલ્પસર યોજના માટે તત્કાલિન સરકારે 22 જાન્યુઆરી,2003ના રોજ રૂ. 84 કરોડની વહીવટી મંજૂરી આપી હતી. વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02 લાખ અને 31, મે 2019 સુધીમાં રૂ. 56.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.”

શું છે કલ્પસર યોજના?

ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટો જળાશય બનાવી તેના થકી ભરતીજન્ય વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને સાંકડી દેવાનો અને જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાનો છે.