ગુજરાતઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જવા 8 ટ્રેનો દોડશે, PM મોદી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆના રોજ સવારે 11.00 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ ઉદ્ઘાટન કરાશે. કેવડિયાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન
 
ગુજરાતઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જવા 8 ટ્રેનો દોડશે, PM મોદી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆના રોજ સવારે 11.00 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ ઉદ્ઘાટન કરાશે.

કેવડિયાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.

આ પ્રોજેક્ટસના નિર્માણ ના કારણે નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે; જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી 8 ટ્રેનો : 1. ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક) 2. ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક) 3. ટ્રેન નં- 09447/48- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક) 4. ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).

5. ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક) 6. ટ્રેન નં- 09119/20- ચેન્નઈથી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક) 7. ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક) 8. ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)