અટલ સમાચાર, મહેસાણા
કેન્દ્રમાં ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તી કરવામાં આવતા IPS દંપતીએ ચાર્જ છોડતી વેળાએ સર્જાયા લાગણીસભર દ્રશ્યો
3 સપ્ટેમ્બરે પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને ફરજનિષ્ઠ ગુજરાત કેડરના બે IPS દંપતીનીને ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં જાજરમાન વિદાય અપાઇ હતી. બનાસકાંઠાના SP પ્રદીપ શેજુલ અને પાટણ SP શોભા ભુતડાની કેન્દ્રમાં ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તી કરવામાં આવતા ચાર્જ છોડી દીધો છે. આ સમયે પાટણ-બનાસકાંઠાવાસીઓ અને અધિકારીઓએ રથ ખેંચી સન્માનિત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પાટણ જીલ્લા પોલીસ વડા શોભા ભુતડાએ જીલ્લામાં ગુનાખોરી રોકવા, દારૂબંધી જેવા વિવિધ મુદે સારી કામગીરી કરી હતી. શોભા ભુતડાનો ખૌંફ જીલ્લાના અસામાજીક તત્વોમાં હોવાથી તેમની છાપ પ્રજાજનોમાં દંબગ પોલીસ અધિકારીની બની છે. 3 સપ્ટેમ્બરે પાટણ જીલ્લા પોલીસવડાને વિદાય આપતી વેળાએ પોલીસ કર્મચારીઓએ તેમનો રથ (ગાડી) ખેંચી તેમને સન્માનજનક વિદાય આપવામાં આવી હતી.
બનાસકાંઠા જીલ્લા પોલીસવડા પ્રદીપ શેજુલની પણ કેન્દ્રમાં ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તી કરવામાં આવતા તેમણે ચાર્જ છોડી દીધો છે. બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા તેમની ઉપર પણ સન્માનભર્યા અભિનંદનની વર્ષા થઇ રહી છે.
ગુજરાત વિધાનસભાની 9 બેઠકો પર પેટાચૂંટણી યોજવાની છે. આ પેટાચૂંટણી પહેલા ગુજરાતના IPS અધિકારીઓની મોટા પાયે ફેરબદલ થવાની સંભાવના છે. જોકે, આ બદલીઓ પહેલા જ થવાની હતી પણ કોઇ અગમ્ય કારણોસર સ્થગીત કરી દેવામાં આવી હતી.આપને જણાવી દઇએ કે આ બદલીઓ રોકાવાને કારણે સુરતના એસપી સતીશ શર્મા 31મી ઓક્ટોબરે કાર્યમુક્ત થઇ રહ્યાં છે પણ બદલીઓ સ્થગિત થવાને કારણે જેસીપી હરિક્રિષ્ણ પટેલને કામચલાઉ કાર્યભાર સોપવામાં આવ્યો છે.
આ પહેલા ગુજરાત કેડરના 2003 બેચના ડી.આઈ.જી દિપાંકર ત્રિવેદી ગયા વર્ષે કેન્દ્રના ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર ગયા હતા. હવે મોદી સરકારના બીજા ટર્મમાં પાટણ અને બનાસકાંઠાના પોલીસ વડા શોભા ભુતડા અને પ્રદીપ સેજુલ 3 સપ્ટેમ્બરે ગુજરાત સરકાર તરફથી તત્કાલીક ધોરણે કાર્યભાર મુક્ત કરી દેવામાં આવ્યા છે.તેઓ ઓફિસ અવર પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થયા હતા.