ગુજરાત: કૃષિ યુનિવર્સિટીમાં ટ્રેક્ટરના ઘાસ કટરમાં આવી જતા મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક આણંદના નાવલી ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીના ઘાસચારા કેન્દ્રના ખેતરમાં એક શ્રમજીવી મહિલાનું કામ કરતી વેળા ટ્રેક્ટરના ઘાસ કાપવાના કટર મશીનમાં આવી જતા મોત નીપજવાની ઘટના સામે આવી છે. આણંદના નાવલી ખાતેની કૃષિ યુનિવર્સિટીના ઘાસચારા કેન્દ્રના ખેતરમાં ખેતીવાડીના LRSમાં ખેત મજૂર તરીકે કામ કરતા સવિતાબેન પૂજાભાઇ ઠાકોર નામની મહિલા કામ કરતી હતી. આ
 
ગુજરાત: કૃષિ યુનિવર્સિટીમાં ટ્રેક્ટરના ઘાસ કટરમાં આવી જતા મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

આણંદના નાવલી ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીના ઘાસચારા કેન્દ્રના ખેતરમાં એક શ્રમજીવી મહિલાનું કામ કરતી વેળા ટ્રેક્ટરના ઘાસ કાપવાના કટર મશીનમાં આવી જતા મોત નીપજવાની ઘટના સામે આવી છે.

આણંદના નાવલી ખાતેની કૃષિ યુનિવર્સિટીના ઘાસચારા કેન્દ્રના ખેતરમાં ખેતીવાડીના LRSમાં ખેત મજૂર તરીકે કામ કરતા સવિતાબેન પૂજાભાઇ ઠાકોર નામની મહિલા કામ કરતી હતી. આ દરમિયાન સવારે ૧૦ વાગ્યાની આસપાસ કોઇ કારણોસર તે ઘાસ કાપવાના કટર મશીનમાં આવી જતા મોતને ભેટી હતી.

આ ઘટનાના કારણે મહિલાના પરિવારજનો અને સગાઓએ હોબાળો મચાવવા સાથે મૃતકના પરિવારે ટ્રેક્ટર ડ્રાઇવરની બેદરકારીના કારણે જ મોત નીપજ્યાના આક્ષેપો પણ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ ખેતીવાડી અધિકારી,પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથધરી.