ગુજરાત: પ્રથમ વખત સિંહની ગણતરી માટે 2000 જેટલા લોકો જોડાશે

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં વાઘની જેમ સિંહની પણ ગણતરી કરવામાં આવશે. આગામી મે મહિનામાં સિંહની ગણતરીની શરૂઆત કરાશે. પાંચ વર્ષ પછી યોજાનારી ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઈ રહી છે. આ અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી ગણતરી હવે સાત જિલ્લામા થશે. અટલ સમાચાર આપના
 
ગુજરાત: પ્રથમ વખત સિંહની ગણતરી માટે 2000 જેટલા લોકો જોડાશે

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં વાઘની જેમ સિંહની પણ ગણતરી કરવામાં આવશે. આગામી મે મહિનામાં સિંહની ગણતરીની શરૂઆત કરાશે. પાંચ વર્ષ પછી યોજાનારી ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઈ રહી છે. આ અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી ગણતરી હવે સાત જિલ્લામા થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાત: પ્રથમ વખત સિંહની ગણતરી માટે 2000 જેટલા લોકો જોડાશે

તંત્ર દ્વારા સાવજોની ગણતરીને લઈને તમામ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સિંહોની દરેક હલન-ચલનની નોંધ રાખવા માટે 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. સિંહની ગણતરીમાં બે હજાર જેટલા લોકોને ફિલ્ડ વર્કમાં જોડાઈ શકે છે. રાજ્ય સરકાર સિંહની ગણતરી કેવી રીતે કરશે તેને લઇને સવાલો થઇ રહ્યાં છે. પરંતુ એક મળતા અહેવાલ મુજબ સિંહની ગણતરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની ટેકનોલોજીથી કામ કરાશે. અત્યાર સુધી આ ટેક્નોલોજીથી વાઘની ગણતરી કરવામાં આવી રહી હતી. આ ગણતરી માટે ભારતીય વન્યજીવ સંસ્થાનની મદદ લેવાશે.

ગુજરાત: પ્રથમ વખત સિંહની ગણતરી માટે 2000 જેટલા લોકો જોડાશે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિંહની ગણતરી બે થી ત્રણ મહિના સુધી ચાલતી હોય છે. આ વર્ષે સિંહની ગણતરીમાં બે હજારથી વધુ કર્મચારીઓ જોડાશે. 25 હજાર સ્કેવર કિલોમીટરમાં સિંહોની ગણતરી કરાશે. અત્યાર સુધી સિંહોની ગણતરી માટે વનવિભાગના અધિકારીઓ સર્વે કરતાં હતા. પાંચ જેટલા સભ્યોની ટીમ દ્વારા ફિલ્ડ પર જઇને સર્વે કરવામાં આવતો હતો. ગત વર્ષે 15 હજાર સ્કેવર કિલોમીટરના વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. સિંહના શરીર પર નિશાન જોઇને અત્યાર સુધી ઓળખ કરાતી હતી.