ગુજરાતઃ લોન આપવાની લાલચે 100 કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક અવારનવાર છેતરપીંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. મોટા ભાગના લોકો બેંકમાંથી લોન મેળવવાની અને વિદેશ જવાની લાલચમાં આવીને છેતરાતા હોય છે અને તેમને પોતાના હજારો કે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. વડોદરાના સાવલી તાલુકાના પોલીસને એક કંપનીને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપીની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. આરોપીએ કંપનીના
 
ગુજરાતઃ લોન આપવાની લાલચે 100 કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

અવારનવાર છેતરપીંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. મોટા ભાગના લોકો બેંકમાંથી લોન મેળવવાની અને વિદેશ જવાની લાલચમાં આવીને છેતરાતા હોય છે અને તેમને પોતાના હજારો કે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. વડોદરાના સાવલી તાલુકાના પોલીસને એક કંપનીને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપીની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. આરોપીએ કંપનીના માલિકોને 100 કરોડ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપીને નાણા પડાવીને તેમની સાથે 100 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર GIDCમાં મનપસંદ બેવરેજીસ લીમીટેડ નામની કંપની આર્થિક ભીંસમાં હતી. કંપની આર્થિક ભીંસમાં હોવાનો લાભ ઉઠાવીને વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા પવન રાઠી નામના શખ્શે કંપનીના માલિકોનો સંપર્ક કર્યો હતો અને કંપનીને ભીંસમાંથી બહાર કાઢવા માટે 100 કરોડ રૂપિયાની લોન ફિનક્વિસ્ત ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી અપાવવા માટે કહ્યું હતું. કંપનીના માલિકો પવનની વાતમાં આવી ગયા હતા અને પવન લોનના બહાને માલિકો પાસેથી અવારનવાર પૈસા પડાવતો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પવને કંપની સાથે 100 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની જાણ થતા જ મનપસંદ બેવરેજીસના માલિકોએ પવનની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પવનને તેની સામે પોલીસ ફરિયાદ થઇ હોવાની માહિતી મળતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે પવનની અલગ-અલગ જગ્યાઓ પર શોધખોળ કરી પરંતુ તે મળી આવ્યો નહોતો. આ ઘટનાના ચાર મહિના પછી ક્રાઈમ બ્રાંચને પવન તેના ઘરે હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે પવન ઘરે છાપો મારીને પવનની તેની પત્નીની સામે ધરપકડ કરી હતી.