ગુજરાતઃ માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી યુવકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના જીયાણા ગામે રહેતી સગીરા પર વાંકાનેરના ખખાણા ગામના જીગ્નેશ થોરિયા નામના યુવકે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સગીરાને યુવકે લગ્નની લાલચ આપી રાજકોટમાં બગીચામાં ત્રમ દિવસ સુધી ગોંધી રાખી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલોસ વધુ તપાસ
 
ગુજરાતઃ માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી યુવકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના જીયાણા ગામે રહેતી સગીરા પર વાંકાનેરના ખખાણા ગામના જીગ્નેશ થોરિયા નામના યુવકે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સગીરાને યુવકે લગ્નની લાલચ આપી રાજકોટમાં બગીચામાં ત્રમ દિવસ સુધી ગોંધી રાખી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલોસ વધુ તપાસ હાથ ધરી છે.

કુવાડવાના એક ગામની 15 વર્ષની કિશોરીને વાંકાનેરના ખખાણા ગામનો જીજ્ઞેશ કાળુભાઇ થોરીયા અપહરણ કરીને રાજકોટ લઈ ગયો હતો. અહીં એક ગાર્ડમાં કિશોરીને ગોંધી રાખી તેના પર ત્રણ વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ યુવક કિશોરીને રાજકોટમાં તેની બહેનના ઘર નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કુવાડવા પોલીસે કિશોરીની માતાની ફરિયાદ બાદ અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પોલીસ ફરિયાદ પ્રમાણે 24મી ડિસેમ્બરના રોજ કિશોરીના માતાપિતા બહાર ગયા હતા. આ સમયે તેની દીકરી ઘરે એકલી જ હતી. માતાપિતા પરત આવ્યા ત્યારે તેની 15 વર્ષની દીકરી ઘરે મળી આવી ન હતી. જે બાદમાં એવી માહિતી મળી હતી કે રાજકોટના નવાગામ રંગીલામાં રહેતો જીગ્નેશ કિશોરીને બાઇક પર બેસાડી ગયો છે. જે બાદમાં પરિવારે કિશોરીની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન રાજકોટ ખાતે રહેતી કિશોરીની બહેનને કિશોરી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા જીગ્નેશે તેને એક ગાર્ડનમાં બે દિવસ સુધી ગોંધી રાખીને તેના પણ દુષ્કર્મ આચર્યાની વિગતો સામે આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી જીગ્નેશની શોધખોળ શરૂ કરી છે. તપાસ કરતા એવી વિગત સામે આવી છે કે આરોપી જીગ્નેશ અગાઉ પણ પોક્સોના ગુનામાં પકડાઈ ચુક્યો છે.