આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાઇરસ નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતાં તબીબી સ્ટાફ પર ખતરો તોળાઇ રહ્યો છે, આરોગ્યની સાથે સંકળાયેલા મેડિકલ સ્ટાફ ને કોરોના થી રક્ષણ આપતા પર્સનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેન્ટ(PPE) ની માંગ સમગ્ર દેશમાં વધી રહી છે, ત્યારે રાજ્યના પાડોશમાં આવેલા નાનકડા સંઘ પ્રદેશ માંથી એક સારા સમાચાર મળી રહ્યા છે. દાદરા નગર હવેલીની કઈ કંપની મોટા જથ્થામાં આ PPE કીટનું નિર્માણ કરી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યા સમગ્ર વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે, હાલે વિશ્વમાં 19 લાખથી પણ વધારે કોરોના વાઈરસ ના પોઝિટિવ દર્દીઓ બહાર આવ્યા છે. ત્યારે ભારતમાં પણ આ આંકડો દિનપ્રતિદિન મોટી સંખ્યામાં વધી રહ્યો છે. ત્યારે આ દર્દીઓની સારવાર કરતાં મેડિકલ સ્ટાફ માટે પણ મોટો ખતરો તોળાઇ રહ્યો છે. કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતાં તબીબ અને નર્સની માં પણ હવે કોરોના પોઝિટિવ સંખ્યા વધી રહી છે ત્યારે મેડિકલ ના તમામ સ્ટાફ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)હવે ફરજિયાત બની ગયા છે, ત્યારે વધતાં જતાં કોરોના દર્દીના કેસના કારણે સમગ્ર દેશમાં આ PPE કીટ ની માંગ મા ભારે ઉછાળો આવ્યો છે. ત્યારે દાદરાનગર હવેલીના સાયલી વિસ્તારમાં આવેલ એક ગારમેન્ટ કંપની આ કીટનું નિર્માણ કરવાનો કરવા માટે આગળ આવ્યું છે.

સાયલી વિસ્તારમાં આવેલ આલોક કંપની આમ તો ગારમેન્ટ માટે જાણીતી છે પરંતુ હાલે જ્યારે સમગ્ર દેશમાં કોરોના નો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ કંપનીએ પોતાની જવાબદારી નિભાવવા તમામ ઉત્પાદન બંધ કરી હાલે આ કીટ નું નિર્માણ કરવા આગળ આવ્યું છે. આ કંપની એ દાદરા નગર હવેલી પ્રશાસન સમક્ષ આ ખાસ સૂટ બનાવવા મંજૂરી માંગી હતી. દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા આલોક કંપનીને એક ખાસ પરમિશન આપીને આ PPE કીટ ના નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ કંપનીમાં નિર્માણ પામેલ કીટનું સેમ્પલ કોઇમતુરની સીટરા લેબમાં ટેસ્ટીંગ માટે પણ મોકલવામાં આવી હતી. અને હવે આ સેમ્પલ પાસ થઇ જતાં મોટા પાયે આ કિટના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

2100 કામદારની ક્ષમતાવાળા આ પ્લાન્ટમાં હાલે કોરોના ઇફેક્ટના કારણે માત્ર 500 જેટલા કામદાર આ કીટના નિર્માણમાં જોડાયા છે. અને રોજની 20 હજારથી પણ વધારે કીટ નું ઉત્પાદન ની ક્ષમતા ધરાવે છે. આ કંપનીની વાપી ,દમણ અને મહારાષ્ટ્રના ભિવંડીમાં આવેલ યુનિટને પરમિશન આપવામાં આવે તો આગામી સમયમાં તેમની ક્ષમતા 70 થી 80 હાજર કીટની ક્ષમતા થઇ શકે તેમ છે. સ્પેશિયલ મટીરીયલ થી બનાવાતા પર્સનલ પ્રોટેક્ટિવ સૂટ કોરોનાવાયરસ ના સંક્રમિત દર્દીની સારવાર દરમિયાન તબીબો માટે ખૂબ ઉપયોગી નીવડશે. આમ નાનકડા સંઘપ્રદેશ કોરોનો વાઇરસ સામે પોતાનું અમૂલ્ય યોગદાન આપી ગર્વ ની લાગણી અનુભવ કરી રહ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code