ગુજરાતઃ લસણ-ડુંગળી બાદ હવે તુવેર-અડદ દાળના ભાવમાં તોતિંગ વધારો

અટલ સમાચાર, ડેસ્ક દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી બાદમાં લસણ અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે
 
ગુજરાતઃ લસણ-ડુંગળી બાદ હવે તુવેર-અડદ દાળના ભાવમાં તોતિંગ વધારો

અટલ સમાચાર, ડેસ્ક

દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી બાદમાં લસણ અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે ધીરે કરીને થાળીમાં જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. શાકભાજી અને ડુંગળીના ભાવે તો પહેલેથી જ લોકોની કમર તોડી છે, ત્યાં હવે વિવિધ દાળના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે બીજી તરફ, લોકો મોદી સરકાર તરફ આશા લગાવીને બેસી રહ્યા છે કે, ક્યારે આ કમરતોડ ભાવમાંથી મુક્તિ મળશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ડુંગળીમાં ભાવના અસહ્ય વધારા બાદ હવે ક્યાંકને ક્યાંક કઠોળમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે તુવેર દાળનો ભાવ પણ કિલોના 100 થી ઉપર કહી શકાય તેવો આસમાને પહોંચ્યો છે. તુવેર દાળ ઉપરાંત અડદની દાળના પણ ભાવોમાં 25 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે મોંઘવારીની માર અને સતત મંદીની અસર જોવા મળી રહી છે. એવા સમયે સતત વધતા ફુગાવા સામે સરકાર ભાવોને નિયંત્રણમાં લાવે તેવી પણ વેપારીઓ અને લોકો માંગ કરી રહ્યાં છે.