ગુજરાત: અખાત્રીજે અંબાલાલ પટેલે કરી આગાહી, ચોમાસું કેવુ રહેશે ?

અટલ સમાચાર,ડેસ્ક અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. પરંતુ જગતનો તાત સારા ચોમાસાની રાહ જોતો હોય છે. હોળીના ધુમાડા પરથી પણ ચોમાસું કેવું રહે તેનો વરતારો આગાહીકરો કરતા હોય છે. ત્યારે આગાહીકાર અંબાલાલે આગાહી કરી છે કે અખાત્રીજના દિવસે પવનની કઈ દિશા રહે તે મહત્વની રહે છે ત્યારે આજે અખાત્રીજ છે. આજે પવન પશ્ચિમ તરફનો
 
ગુજરાત: અખાત્રીજે અંબાલાલ પટેલે કરી આગાહી, ચોમાસું કેવુ રહેશે ?

અટલ સમાચાર,ડેસ્ક

અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. પરંતુ જગતનો તાત સારા ચોમાસાની રાહ જોતો હોય છે. હોળીના ધુમાડા પરથી પણ ચોમાસું કેવું રહે તેનો વરતારો આગાહીકરો કરતા હોય છે. ત્યારે આગાહીકાર અંબાલાલે આગાહી કરી છે કે અખાત્રીજના દિવસે પવનની કઈ દિશા રહે તે મહત્વની રહે છે ત્યારે આજે અખાત્રીજ છે. આજે પવન પશ્ચિમ તરફનો ફૂંકાયો છે. જે સારા ચોમાસાના સંકેત છે.અને ચોમાસું સાનુકૂળ રહેશે. અને ચોમાસાનો વરસાદ વહેલો રહશે. પરંતુ સાર્વત્રિક ચોમાસું મોડું આવી શકે તેવું અનુમાન આગાહીકાર અંબાલાલએ જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંબાલાલએ વધુ આગાહી કરતા જણાવ્યું છે કે 1થી 5 મેં સુધીમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાના સંકેત છે. તેની અસર પશ્ચિમ તટ સાગર ઉપર તેની અસર થશે.તેમજ 11 થી 17 મેંના આંધી વંટોળ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થશે. તેમજ 28થી 31 મેં સુધીમાં ચોમાસુ કેરળમાં પહોંચવાની શકયતા છે. તો 7 જૂન થી સમુદ્ર ભારે તોફાની બનશે. તો મેં મહિનામાં ગંગા-યમુનાના મેદાનો તપી ઉઠશે. જે ચોમાસા માટે શુભ સંકેત છે.

27 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે. અને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન વધશે. તો દક્ષિણ ગુજરાતમાં ઉકળાટ અને બફારો વધશે. જોકે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 28 અને 29 એપ્રિલના સામાન્ય વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલા જીલ્લામાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.મહત્વ પૂર્ણ છે કે ભારતીય મોસમ વિભાગે પણ પૂર્વાનુમાન કર્યું છે કે ભારત દેશમાં ચોમાસુ સામાન્ય રહશે.