આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ અદાલતે આચાર સંહિતાના કેસમા પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે. જેમા વર્ષ 2007 મા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અસારવા વિધાનસભાની ચુંટણી દરમ્યાન પ્રચાર પત્રિકા છપાવીને આચાર સંહિતાનો ભંગ કરી હોવાની ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જે અંગે અમદાવાદ શહેર કોંગ્રસના પ્રમુખ પંકજ શાહે આ અંગે કલેક્ટરમા ફરિયાદ દાખલ કરી હતી.

આ અંગેનો કેસ અદાલતમા ચાલી રહ્યો છે. જેમાં પોલીસે ગુહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. જો કે અદાલતના આ આદેશ બાદ ભાજપ અને ખાસ કરીને પ્રદીપસિંહ વાઘેલાની મુશ્કેલીઓમા વધારો થયો છે. આ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રીમા વર્ષ 2007માં મતદારોએ આકર્ષવા માટે અમુક વસ્તુઓ પણ મફતમાં વહેંચી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

રાજ્યની વિધાનસભા સહિતની મોટાભાગની ચુંટણીમા પક્ષ અને વિપક્ષ આચારસંહિતા ભંગની એકબીજા પર ફરિયાદ કરતા હોય છે. પરંતુ ચુંટણી પૂર્ણ થયા બાદ આ ફરિયાદો ફરી એક વાર સરકારી ફાઈલોમાં બંધ થઈ જતી હોય છે. જેના ફરિયાદ કરનારને તેમાં કોઈ ખાસ રહેતો નથી. પરંતુ આ ફરિયાદમાં અદાલતે ફરિયાદને ગંભીરતાપૂર્વક લીધી છે. જેના લીધે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુશ્કેલી આગામી દિવસો વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code