ગુજરાત: નવા શૈક્ષણિક સત્રનું વાર્ષિક કેલેન્ડર જાહેર: નવરાત્રી વેકેશન રદ્દ

અટલ સમાચાર,ગાંધીનગર નવા શૈક્ષણિક સત્રનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું કાર્ય રહેશે. જ્યારે બીજા શૈક્ષણિક સત્રમાં 142 દિવસનું કાર્ય રહેશે. દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે નવરાત્રી વેકેશન રદ્દ કરવામાં આવ્યું છે. બીજી તરફ ઊનાળું વેકેશન 35 દિવસનું રહેશે. નવા સત્રનો 8 જૂન 2020થી આરંભ થશે. જયારે
 
ગુજરાત: નવા શૈક્ષણિક સત્રનું વાર્ષિક કેલેન્ડર જાહેર: નવરાત્રી વેકેશન રદ્દ

અટલ સમાચાર,ગાંધીનગર

નવા શૈક્ષણિક સત્રનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું કાર્ય રહેશે. જ્યારે બીજા શૈક્ષણિક સત્રમાં 142 દિવસનું કાર્ય રહેશે. દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે નવરાત્રી વેકેશન રદ્દ કરવામાં આવ્યું છે. બીજી તરફ ઊનાળું વેકેશન 35 દિવસનું રહેશે. નવા સત્રનો 8 જૂન 2020થી આરંભ થશે. જયારે કે વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ સહિત કુલ 80 રજા મળશે. રાજ્ય સરકારે ફરી એક વખત પોતાના નિર્ણય પર પલટી મારી છે અને અગાઉ જાહેર કરેલુ નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી હવે શાળાઓમાં આ વર્ષે વિદ્યાર્થીઓ નવરાત્રિ વેકેશન માણી શકશે નહી. જોકે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.

ગત વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઐતિહાસિક નિર્ણય કરતા સાત દિવસનું નવરાત્રિ વેકેશન અને 14 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં વેકેશન રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકારના આ નિર્ણય સામે વાલી મંડળોઓ નારાજગી વ્યક્ત કરી છે.