ગુજરાત: લોકડાઉન વચ્ચે આજથી ધોરણ 10-12ની પરીક્ષાના મુલ્યાંકનનો પ્રારંભ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો છે. જેમાં આજથી નક્કી કરાયેલા શિક્ષકોનું ચેકિંગ કરી પેપર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરોનું ચેકિંગ
 
ગુજરાત: લોકડાઉન વચ્ચે આજથી ધોરણ 10-12ની પરીક્ષાના મુલ્યાંકનનો પ્રારંભ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો છે. જેમાં આજથી નક્કી કરાયેલા શિક્ષકોનું ચેકિંગ કરી પેપર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરોનું ચેકિંગ આજથી શરૂ કરવામાં આવશે. જેને લઇને શિક્ષકોને થર્મલ ગનથી ચેકીંગ કરી પેપર તપાસવા જવા દેવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા ધોરણ-10 અને 12ના પેપર ચેકિંગ કેન્દ્રો પર મેડિકલ સુવિધાનું આયોજન પણ કરેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકાર દ્વારા નક્કી કરાયેલા વિવિધ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ચેકિંગ કરવા આવનારા શિક્ષકોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ હાલ રાજ્યમાં કોરોના વાયરસના પગલે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે અહેવાલ સામે આવ્યાં હતા જેમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરીણામમાં વિલંબ થઇ શકે છે. થોડા સમય પહેલા લોકડાઉનના પગલે ઉત્તરવહી તપાસવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. જો આ પ્રક્રિયા 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી હાલ હવે તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.