ગુજરાત: લોકડાઉનમાં આ શહેરમાં સર્વે કરવા ગયેલ મહિલા કર્મીઓ પર હુમલો

અટલ સમાચાર,ડેસ્ક આણંદના પાધરીયા વિસ્તારમાંથી પ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને કોરોનાના કેસો વધે નહીં તે માટે આણંદમાં તંત્ર દ્વારા ઠેર-ઠેર સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. તેવામાં આણંદની અલેફ પાર્ક સોસોયાટીમાં સર્વે માટે ગયેલ આરોગ્ય વિભાગની બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી
 
ગુજરાત: લોકડાઉનમાં આ શહેરમાં સર્વે કરવા ગયેલ મહિલા કર્મીઓ પર હુમલો

અટલ સમાચાર,ડેસ્ક

આણંદના પાધરીયા વિસ્તારમાંથી પ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને કોરોનાના કેસો વધે નહીં તે માટે આણંદમાં તંત્ર દ્વારા ઠેર-ઠેર સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. તેવામાં આણંદની અલેફ પાર્ક સોસોયાટીમાં સર્વે માટે ગયેલ આરોગ્ય વિભાગની બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ મોદી, સીએમ રૂપાણી, રાજ્ય પોલીસ વડા સહિત તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે આરોગ્યવિભાગના કર્મચારીઓ તેમનો જીવ જોખમમાં મૂકીને તમારી સેવા કરી રહ્યા છે. તેવામાં તેઓને હેરાન કે હુમલો ન કરો. તેમ છતાં છાશવારે આવાં કિસ્સાઓ સામે આવતાં જ રહે છે.

આણંદમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ લઘુમતી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે ગઈ હતી. તેવામાં અલેફ પાર્ક સોસાયટીમાં ગયેલી આરોગ્ય વિભાગની બે મહિલા કર્મચારીઓ ઉપર ટોળાંએ હુમલો કરી દીધો હતો. ટોળાંના હુમલાથી મહિલા કર્મચારીઓ ડરીને સર્વેની કામગીરી છોડીને પરત ફર્યા હતા. આ મામલે આણંદ ટાઉન પોલીસે ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.