ગુજરાત: ટ્રમ્પના સ્વાગતમાં બનાસકાંઠાના આદિવાસીઓ વગાડશે ઢોલ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં શુભ પ્રસંગ ઢોલ અને શરણાઈ વગર અધુરો ગણાય ત્યારે ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગત ઢોલ અને શરણાઈ વગાડીને પરંપરાગત રીતે કરવામાં આવશે. આ માટે બનાસકાંઠથી ખાસ આદિવાસી ગૃપ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર માટે ઢોલ વગાડી તેમનું વેલકમ કરશે. અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન દરમિયાન બનાસકાંઠાના ઢોલ ઢબુકશે. ટ્રમ્પના
 
ગુજરાત: ટ્રમ્પના સ્વાગતમાં બનાસકાંઠાના આદિવાસીઓ વગાડશે ઢોલ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં શુભ પ્રસંગ ઢોલ અને શરણાઈ વગર અધુરો ગણાય ત્યારે ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગત ઢોલ અને શરણાઈ વગાડીને પરંપરાગત રીતે કરવામાં આવશે. આ માટે બનાસકાંઠથી ખાસ આદિવાસી ગૃપ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર માટે ઢોલ વગાડી તેમનું વેલકમ કરશે. અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન દરમિયાન બનાસકાંઠાના ઢોલ ઢબુકશે. ટ્રમ્પના સ્વાગત માટે આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઢોલ માટે બનાસકાંઠાની પસંદગી થઈ છે. જેને કારણે અહીંના લોકોમાં ખુશી ફેલાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિ અલભ્ય છે. તેવામાં આ આદિવાસી સમાજમાં ખુશી ફેલાઈ છે. આ ખુશી એ વાતની છે કે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવાનું આમંત્રણ મળ્યું છે. દાતા તાલુકાના સનાલી ગામના આદિવાસી તરાલ પરિવારો તેમના પરંપરાગત વાદ્ય ઢોલ વગાડીને અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ અને પીએમ મોદીનું સ્વાગત કરશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આમ તો ભારતીય સંસ્કૃતિમાં ઢોલનું વિશેષ મહત્વ છે. અનેક પ્રસંગોમાં ઢોલ વગાડવું શુભ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદની મુલાકાતે આવી રહેલા મોંઘેરા મહેમાનના સ્વાગત માટે 15 જેટલા તાલ સાથે ઢોલ ઢબુકશે. બકરા અને પાડાના ચામડામાંથી બનતા આ ઢોલનો ટહુકાર અલગ જ હોય છે. ગાંધીનગર સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગે ડોનાલ્ડ ટ્રમ્પ ના સ્વાગત માટેનું આ આદિવાસી લોકોને આમંત્રણ આપ્યું છે. ત્યારે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ઉત્સુક બન્યા છે.