અટલ સમાચાર, વડગામ
ગુજરાત ગરૂબ્રાહમણ સમાજ બનાસકાંઠા દ્રારા આયોજીત નવમા સમૂહ લગ્નના આયોજન માટેની પ્રથમ બેઠક યોજાઇ હતી.
પાલનપુર આકેસણ ફાટક નજીક આવેલ ગુજરાત ગુરૂબ્રાહમણ સમાજ બ.કાંની મંગલમ્ શૈક્ષણીક સંકુલ ખાતે નવમા સમૂહ લગ્ન માટેની અગત્યની બેઠક સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ ચોરાસિયા તેમજ મંત્રી મોહનલાલ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં સમૂહલગ્ન માટે મંડપ આયોજન કમીટી, ભોજન વ્યવસ્થા કમીટીની જેવી મહત્વની કાર્યકારી કમીટીઓ બનાવાઇ હતી. ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ બ.કાં ના નવમા સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે સમાજના ચિંતિત આગેવાન મફતલાલ ચોરાસિયા એદરાણા, નટવરભાઇ શ્નીમાળી ધાણધા, નાનચંદભાઇ શ્રીમાળી ખોડલા સહીત સમાજના વડીલો-યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.