અટલ સમાચાર, અમદાવાદ
ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા છે. રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકાઓ સવારે 8.20 વાગ્યાથી બપોરના 2.00 વાગ્યા સુધી અનુભવાયા હતા. સવારે આઠ વાગ્યે 2.0ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. તો ગીર-સોમનાથમાં બપોરે 2.12 વાગ્યે 1.7ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.
કચ્છના રાપરમાં બે, ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જોકે, આ ભૂકંપના તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હતી. જેના લીધે મોટાભાગના લોકોને તેની જાણ થઈ ન હતી. 2001માં ભૂકંપથી બરબાદ થઈ ગયેલા કચ્છમાં પણ આજે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપરમાં બે અને ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો.