ગુજરાત: ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ, કાલે રજા અપાશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ પોઝિટીવ જાહેર થયા બાદ આજે તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સીઆર પાટીલનો રિપોર્ટ નેગેટિવ આવતા આવતીકાલે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન
 
ગુજરાત: ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ, કાલે રજા અપાશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ પોઝિટીવ જાહેર થયા બાદ આજે તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સીઆર પાટીલનો રિપોર્ટ નેગેટિવ આવતા આવતીકાલે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપ પ્રમુખ સી આર પાટીલે આખરે કોરોનાને માત આપી છે. ટ્વિટ કરીને ભાજપ પ્રમુખે શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેઓ ટ્વિટ કરીને કહ્યું કે, મારો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમામ લોકોનો આભાર. આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આખરે આજે તેઓ કોરોનામુક્ત થયા છે. જોકે, તેઓ 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં હાજરી નહિ આપી શક્યા.

નોંધનિય છે કે, 14 સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થયું છે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. સારવાર બાદ કદાચ અંતિમ સપ્તાહમાં સંસદમાં પાટીલ હાજરી આપી શકશે તેવું લાગે છે. સી.આર.પાટીલ ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.