મહેસાણા: ભાજપની બેઠક, દિગ્ગજ ઉમેદવાર નક્કી કરવા કવાયત

અટલ સમાચાર, મહેસાણા સોમવારે સાંજે પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વના કેટલાક ભાજપી આગેવાનોએ મહેસાણામાં બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને પાટીદારોના રોષને પગલે દિગ્ગજ ઉમેદવાર શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતું કે હાલના સાંસદની ટિકિટ કપાવાની સંભાવના વચ્ચે ઉમેદવારો મહેનતમાં લાગ્યા છે. મંગળવારે કોંગ્રેસની અમદાવાદ ખાતે જંગી સભા મળે તે અગાઉ
 
મહેસાણા: ભાજપની બેઠક, દિગ્ગજ ઉમેદવાર નક્કી કરવા કવાયત

અટલ સમાચાર, મહેસાણા

સોમવારે સાંજે પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વના કેટલાક ભાજપી આગેવાનોએ મહેસાણામાં બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને પાટીદારોના રોષને પગલે દિગ્ગજ ઉમેદવાર શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતું કે હાલના સાંસદની ટિકિટ કપાવાની સંભાવના વચ્ચે ઉમેદવારો મહેનતમાં લાગ્યા છે.

મંગળવારે કોંગ્રેસની અમદાવાદ ખાતે જંગી સભા મળે તે અગાઉ મહેસાણામાં સોમવારે ભાજપની કૂટનીતિક બેઠક મળી છે. કેન્દ્રીય નેતાઓ ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ વાઘાણી સહિત ધારાસભ્યો અને સાંસદ સાથે ભાજપી આગેવાનો દોડી આવ્યા હતા. જિલ્લા કાર્યાલયમાં પત્રકારોને સંબોધિત કરી ફરી એકવાર 26 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ જવાની સંભાવના પારખી ભાજપને ઉત્તર ગુજરાતમાં નવેસરથી રણનીતિ ઘડવાની અને કોંગ્રેસના ઉમેદવાર જાણ્યા બાદ પોતાનો ઉમેદવાર જાહેર કરવાની ફરજ પડી છે.