ગુજરાત: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના પાસ માટે ભાજપના કાર્યકરો દોડતા થયાં

અટલ સમાચાર,ગાંધીનગર અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયાના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં અમુક જ મંત્રીઓને આ કામમાં પસંદ કરવામાં આવ્યા છે અને તેમને અમુક જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે જે મંત્રીઓને આમંત્રણ નથી મળ્યા તે લાગતા વળગતા ઓફિસરોને કોલ કરીને પોતાના સગાસંબધીઓ માટે કાર્યક્રમમાં પ્રવેશ પાસ માંગી રહ્યા છે. અટલ
 
ગુજરાત: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના પાસ માટે ભાજપના કાર્યકરો દોડતા થયાં

અટલ સમાચાર,ગાંધીનગર

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયાના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં અમુક જ મંત્રીઓને આ કામમાં પસંદ કરવામાં આવ્યા છે અને તેમને અમુક જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે જે મંત્રીઓને આમંત્રણ નથી મળ્યા તે લાગતા વળગતા ઓફિસરોને કોલ કરીને પોતાના સગાસંબધીઓ માટે કાર્યક્રમમાં પ્રવેશ પાસ માંગી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના પાસ માટે ભાજપના કાર્યકરો દોડતા થયા છે. સચિવાલયમાં ઓફિસરો પાસે મંત્રીઓના ફોનકોલ્સ અને મનામણાં કરવામાં આવી રહ્યા છે. જાણો છો કેમ? કારણ કે, આ કાર્યક્રમમાં જવા માટે દરેકને પાસ નથી આપવામાં આવ્યા. ત્યારે મંત્રીઓ પોતાના સગાસંબધીઓ અને મિત્રો માટે ઓફિસરો પાસે પાસની માંગણી કરી રહ્યા છે.

ગુજરાત: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના પાસ માટે ભાજપના કાર્યકરો દોડતા થયાં

સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, આ ઉદ્યોગપતિથી લઈને મોટા મોટા માથા વારંવાર પાસ અંગે ઈન્કવાયરી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે અમે તેમને થોડી રાહ જોવાનું જ જણાવ્યું છે. હા એ સત્ય છે કે, કાર્યકર્તાઓને આવા કાર્યક્રમમાં સાથે રાખવામાં આવે તો તેમનો પાર્ટી પર વિશ્વાસ વધે પરંતુ આ કાર્યક્રમ નેશનલ લેવલનો હોવાથી તેનું સંચાલન અમુક નીશ્ચિત મંત્રીઓ જ કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ ભાજપના જ કાર્યકરોમાં અસંમજસની સ્થિત નિર્માણ થઈ છે. એટલે જલદીથી આ અંગે કોઈ સમાધાન લાવવા રૂપાણી સરકાર કામે લાગી છે. પરંતુ પાર્ટી સમર્થકોને જ પાસ ન મળતા હોવાને કારણે હાલ ભાજપ માટે જનપ્રતિનિધિઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.