ગુજરાતઃ પેન્શન લેવા ગયેલ મહિલાની લાશ મળી, રેપ વિથ મર્ડરની આશંકા

અટલ સમાચાર, ડેસ્ક આણંદના ઓડ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરેઠના ઓડ ગામ પાસે એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે નજીક વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગયો છે. મહિલા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ઓડ ગામની લક્ષ્મી પ્રજાપતિ નામની મહિલાની લાશ મળી આવી છે. લક્ષ્મી પ્રજાપતિ
 
ગુજરાતઃ પેન્શન લેવા ગયેલ મહિલાની લાશ મળી, રેપ વિથ મર્ડરની આશંકા

અટલ સમાચાર, ડેસ્ક

આણંદના ઓડ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરેઠના ઓડ ગામ પાસે એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે નજીક વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગયો છે. મહિલા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ઓડ ગામની લક્ષ્‍મી પ્રજાપતિ નામની મહિલાની લાશ મળી આવી છે. લક્ષ્‍મી પ્રજાપતિ ઓડથી આણંદ પેન્શન લેવા ગયા હતા. પરંતુ ગતરાત્રી દરમિયાન પ્રતાપપુરા ખંભોળજ માર્ગ પરથી લક્ષ્‍મીની લાશ મળી. ઉમરેઠ પાસેના ઓડ ગામનો આ બનાવ છે. જોકે લક્ષ્‍મીની હત્યા કરવા પાછળનું કારણ શું છે તે હાલ પણ રહસ્ય છે.

તેથી ઓડ ખંભોળજ પોલીસે વધુ તપાસ માટે લક્ષ્‍મી પ્રજાપતિનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ પોલીસને રેપ વિથ મર્ડર થયા હોવાની શંકા છે. લક્ષ્‍મી પ્રજાપતિ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસે આ કેસ હેઠળ વધુ તપાસ શરૂ કરી છે.