ગુજરાતઃ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી યુવકે વારંવાર પોલીસકર્મીઓને ગાળો આપી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એક શખ્સને ગાળો દેવાનું ભારે પડ્યું હતું. 15 દિવસથી વિવિધ પોલીસ કર્મીઓને આ શખ્સ ફોન કરી અપશબ્દો બોલતો હતો. આઠેક વાર ફોન કરીને ગાળો આપ્યા બાદ છેક હવે માધુપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં છેલ્લા અનેક સમયથી એક શખસ એક જ નંબરથી ફોન કરતો
 
ગુજરાતઃ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી યુવકે વારંવાર પોલીસકર્મીઓને ગાળો આપી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એક શખ્સને ગાળો દેવાનું ભારે પડ્યું હતું. 15 દિવસથી વિવિધ પોલીસ કર્મીઓને આ શખ્સ ફોન કરી અપશબ્દો બોલતો હતો. આઠેક વાર ફોન કરીને ગાળો આપ્યા બાદ છેક હવે માધુપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં છેલ્લા અનેક સમયથી એક શખસ એક જ નંબરથી ફોન કરતો હતો. પોલીસ કાંઇ કરતી નથી મને સાંભળતા નથી તેમ કહેતા પોલીસ તેનો ફોન મૂકી દેતી હતી. કોઇ માનસિક બિમાર વ્યક્તિ ફોન કરતી હશે તેમ માની પોલીસે ઢીલું મૂક્યું હતું. બાદમાં આ શખસે વધુ ત્રાસ મચાવતા આખરે પોલીસે માધુપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે નંબરના આધારે ગુપ્ત તપાસ રાખી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સંજય મુછડીયા આંબાવાડીના સ્વાગત એપાર્ટમાં રહેતો હતો. જેણે કંટ્રોલરૂમમાં અનેક વખત ફોન કરી મહિલા અને પુરૂષ પોલીસ કર્મીઓને ગાળો દીધી હતી. હાલ માધુપુરા પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.