ગુજરાતઃ 29 ડિસેમ્બરે 4 સરકારી પરીક્ષાઓ હોવાથી ઉમેદવારો મુંઝવણમાં

અટલ સમાચાર, ડેસ્ક 29 ડિસેમ્બરે એકસાથે રાજ્યમાં વિવિધ બોર્ડ દ્વારા ચાર પરીક્ષાનું આયોજન કરાયું હોવાથી ઉમેદવારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ચાર પરીક્ષા લેવામાં આવશે. એક સમય અને એક જ દિવસ કુલ ચાર પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. કે કઇ પરીક્ષા આપવી અને એક આપે તો
 
ગુજરાતઃ 29 ડિસેમ્બરે 4 સરકારી પરીક્ષાઓ હોવાથી ઉમેદવારો મુંઝવણમાં

અટલ સમાચાર, ડેસ્ક

29 ડિસેમ્બરે એકસાથે રાજ્યમાં વિવિધ બોર્ડ દ્વારા ચાર પરીક્ષાનું આયોજન કરાયું હોવાથી ઉમેદવારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ચાર પરીક્ષા લેવામાં આવશે. એક સમય અને એક જ દિવસ કુલ ચાર પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. કે કઇ પરીક્ષા આપવી અને એક આપે તો એમનાથી 3 પરીક્ષામાં ગેરહાજર રહી શકે તેવી પરીસ્થિતિ જોવા મળી છે.

1 કચેરી અધિક્ષક
2 કાર્યલય અધિક્ષકની પરીક્ષા
3 કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા
4 એમએસ યુનિવર્સિટીમાં GSLET

આ કુલ ચાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા 2019ની પરીક્ષાનો સમાવેશ થાય છે. ઉમેદવારો એક કરતાં વધુ ભરતી માટે અરજી કરતા હોવાથી ઉમેદવારોએ ત્રણ પરીક્ષા ગુમાવવી પડશે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકારની પરીક્ષાનું આયોજન કરતી એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ છે, જેના કારણે એક જ દિવસે એક કરતાં વધુ ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મુખ્યમંત્રીને તમામ ઉમેદવારોને દરેક પરીક્ષાનો લાભ મળે તેવી માગ કરવાની સાથે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણસેવા દ્વારા લેમાંઆવતી પરીક્ષામાં 1.5 લાખ ઉમેદવારો જ્યારે કે કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં 94 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યાં છે. પરીક્ષાનો સમય પણ સમાન હોવાથી ઉમેદવારોએ કઇ પરીક્ષામાં હાજરી આપવી જે અંગે અસંમજસતા જોવા મળી હતી.