ગુજરાતઃ 120 જગ્યા માટે ચીફ ઓફિસર વર્ગ-2ની ભરતી થશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- 1 અને 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની વિવિધ કુલ-101 જગ્યાઓ પર ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક – 10/2019-20 હેઠળ કુલ 19 જગ્યાઓ ઉમેરવામાં આવી છે. જે અંગે ઉમેદવારોને માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે
 
ગુજરાતઃ 120 જગ્યા માટે ચીફ ઓફિસર વર્ગ-2ની ભરતી થશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- 1 અને 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની વિવિધ કુલ-101 જગ્યાઓ પર ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક – 10/2019-20 હેઠળ કુલ 19 જગ્યાઓ ઉમેરવામાં આવી છે. જે અંગે ઉમેદવારોને માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 101 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી. જે હવે વધારીને 120 કરી દેવામાં આવી છે. વળી, વર્ગ-2ની કુલ 54 જગ્યાઓના બદલે હવે કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ચીફ ઓફિસર વર્ગ-2ની કુલ 19 જગ્યાઓમાંથી બિન અનામત 9, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 5 તેમજ અનુચૂચિત જનજાતિ માટે 3 જગ્યા ફાળવવામાં આવી છે. વળી, મહિલાઓમાં સામાન્ય વર્ગ માટે 2, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 1 જગ્યા અનામત રાખવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-1 તેમજ વર્ગ-2ની કુલ 120 જગ્યાઓ પૈકી સામાન્ય વર્ગ માટે 70, આર્થિક રીતે નબળા વર્ગ માટે 11, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 19, અનુસૂચિત જાતિ માટે 5, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેમાંથી મહિલાઓ માટે સામાન્ય વર્ગમાં 20, આર્થિકરીતે નબળા વર્ગમાં 1, સામાજિક અને શૈક્ષણિક રીતે નબળા વર્ગમાં 3, અનુસૂચિત જાતિમાં 1 તેમજ અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા અનામત રાખવામાં આવી છે.