ગુજરાતઃ સહકારી મંડળીના 96 લાખની ઉચાપતમાં શિક્ષક સંઘના પ્રમુખની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કર્મચારીઓની શરાફી મંડળીમાંથી કેટલાંક વર્ષ પહેલાં મહિલા શિક્ષકે લગ્ન માટે સંઘમાંથી લોનની માંગણી કરતાં છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો હતો. બીપી મૂળી તાલુકાના શિક્ષણ સંસ્થાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીના દેવજીભાઈ ધરમશીભાઈ મોરીએ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દેવજીભાઈ જોગાભાઈ સંભાળ અને મંત્રી ધનજી ભાઈ જેસીંગભાઇ ચૌહાણ અને ઉપ પ્રમુખ કમલેશભાઈ જે
 
ગુજરાતઃ સહકારી મંડળીના 96 લાખની ઉચાપતમાં શિક્ષક સંઘના પ્રમુખની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કર્મચારીઓની શરાફી મંડળીમાંથી કેટલાંક વર્ષ પહેલાં મહિલા શિક્ષકે લગ્ન માટે સંઘમાંથી લોનની માંગણી કરતાં છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો હતો. બીપી મૂળી તાલુકાના શિક્ષણ સંસ્થાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીના દેવજીભાઈ ધરમશીભાઈ મોરીએ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દેવજીભાઈ જોગાભાઈ સંભાળ અને મંત્રી ધનજી ભાઈ જેસીંગભાઇ ચૌહાણ અને ઉપ પ્રમુખ કમલેશભાઈ જે કુણપરા સહિત કારોબારી સભ્યો મળી કુલ 16 સામે મૂળી પોલીસ સ્ટેશનમાં લાખની ઉચાપત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમાં મૂળી પીએસઆઇ દિનેશજી ઝાલાએ બાતમીના આધારે નાસતા ફરતા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દેવજીભાઈ જોગાભાઈ સુરનગરથી ધરપકડ કરવામાં આવતા જિલ્લા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળી તાલુકાના સહકારી મંડળી લિમિટેડ કર્મચારીઓની શરાફી મંડળી ચાલી રહી છે. જેમાં એક મહિલા શિક્ષકે લગ્ન પ્રસંગ માટે લોનની માંગણી કરવામાં આવી હતી અને જે તે સમયે સંઘ પાસે કોઇ નાણાંકીય જોગવાઈ નાં બતાવી અને આગળ ધરાવતા વહીવટદારને શંકા ગઈ હતી. અને શિક્ષક મહિલા દ્વારા ભારે હોબાળો મચાવી મુકતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું .

ત્યારબાદ 16 શિક્ષકો સામે ફોજદારી ગુનો દાખલ થયાના પ્રથમ બનાવ જિલ્લામાં નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં વર્ષો પહેલાં શિક્ષક બચત મંડળીના માં લાખો રૂપિયાની ઊંચા બાદ આજે ફરી મૂળી તાલુકાના શિક્ષક સહકારી મંડળીમાં પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ સહિત 16 શિક્ષકો સામે રૂ.એક લાખની માતબર રકમ પોતાના અંગત ઉપયોગ માટે શેરી લીધાનો ગુનો પોલીસ મથકમાં દાખલ થયો હતો. આ મહિલાએ લગ્ન માટે લોન માંગતા આખું પ્રકરણ બહાર આવ્યું હતું. શિક્ષક સંઘના પ્રમુખની ધરપકડરવામાં આવેલ છે.