આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ છતાં આંતરિક નારાજગી વધી રહી છે. આ બાબતનો લાભ ઉઠાવવા ભાજપની તૈયારી જોતા રાહુલ ગાંધીનું આગમન ગોઠવાઈ રહ્યું છે. આશા પટેલના રાજીનામા બાદ સંગઠને નાના-મોટા પ્રશ્નો હલ કરવા આક્રમકતા શરૂ કરી છે. બનાસકાંઠા-પાટણના પ્રભારી કિર્તિ સિંહનો હવાલો બદલી દેવામાં આવ્યો છે.

ઊંઝા ધારાસભ્યએ સંગઠનનું કારણ આપી લીધેલા નિર્ણય બાદ આશાબેન પટેલને ભાજપ અને કોંગ્રેસ તરફથી લોકસભા ટિકિટ સુધીની ઓફર થઈ રહી છે. આ તરફ આગામી 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતમાં સરેરાશ 70 હજારથી વધુ કાર્યકર્તાઓને સંબોધન રાહુલ ગાંધી આવતા હોવાથી સંગઠન વચ્ચેની આગ ઠારવા મથામણ થઈ રહી છે. પ્રદેશથી લઇ હાઇકમાન્ડ વચ્ચે વાતચીતનો દોર બરોબરનો જામ્યો છે.

આ તમામ ગતિવિધિ વચ્ચે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાને સ્થાનિક આગેવાનોની ફરિયાદને પગલે અસર થઇ છે. પ્રદેશ કોંગ્રેસને સુચના મળતા તાત્કાલિક અસરથી ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાત મોકલી દેવાયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને પગલે આગામી દિવસોએ પાર્ટીમાં ઉકળતો ચરૂ થંભી થાય અને રાહુલ ગાંધીના આગમન પૂર્વે ધબળકો ન થાય તેની ચિંતામાં સંગઠન આક્રમક બન્યું છે.

હકાલપટ્ટી સુધીની તૈયારી પણ સંગઠન તૂટવાનો ડર

સુત્રોએ જણાવ્યું હતું કે, કિર્તી સિંહ વિરુદ્ધ કેટલાક આગેવાનોએ ગંભીર ફરિયાદ છેક પ્રદેશ કોંગ્રેસ સુધી કરી હતી. આથી પ્રદેશ કોંગ્રેસે કિર્તી સિંહની હકાલપટ્ટી સુધીનો વિચાર કર્યો હતો પરંતુ સંગઠન તૂટવાનો ડર તેમજ રાહુલ ગાંધીના આગમનને લઈ ખરાબ સંદેશો ન જાય તે માટે વિસ્તાર બદલી વિરોધ કરતા આગેવાનોને ઠારવામા આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code