ગુજરાત: રાજસ્થાનની બોર્ડરો સીલ થતાં કોંગ્રેસના ધારાસભ્યને પરત મોકલાયા

અટલ સમાચાર, ડેસ્ક રાજસ્થાન પોલીસે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યને તેમની ગાડી સાથે બોર્ડર પર રોકીને પરત અમદાવાદ મોકલ્યા હતા. રાજસ્થાન સરકારે કોરોનાના સંક્રમણને કારણે તેની આંતરરાજ્ય સરહદોને સાત દિવસ માટે સીલ કરી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ અન્ય કોંગ્રેસ તેના અન્ય ધારાસભ્યોને સાચવવા પ્રયાસો કરી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ગુજરાત: રાજસ્થાનની બોર્ડરો સીલ થતાં કોંગ્રેસના ધારાસભ્યને પરત મોકલાયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાન પોલીસે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યને તેમની ગાડી સાથે બોર્ડર પર રોકીને પરત અમદાવાદ મોકલ્યા હતા. રાજસ્થાન સરકારે કોરોનાના સંક્રમણને કારણે તેની આંતરરાજ્ય સરહદોને સાત દિવસ માટે સીલ કરી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ અન્ય કોંગ્રેસ તેના અન્ય ધારાસભ્યોને સાચવવા પ્રયાસો કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસના 23 ધારાસભ્યો આબુરોડ પાસે જાંબુડી રિસોર્ટમાં છેલ્લા પાંચ-છ દિવસથી રોકાયા હતા, પરંતુ આજે રાજસ્થાન સરકારે તેની સરહદો સીલ કરતાં પોલીસે જાંબુડી રિસોર્ટ જઈ રહેલા અમદાવાદના ધારાસભ્યને પાસ ન હોવાથી બોર્ડર પાસે જ અટકાવીને પરત મોકલી દીધા હતાં.