File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતના પ્રવાસે આવતા રાજીવ સાતવે ભાજપ પર પ્રહાર કર્યા છે. GDP દરને લઈને રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, દરેક ક્વાર્ટરમાં GDPના આંકડામાં ઘટાડો થયો છે. સાતવે ગુજરાતમાં વધી રહેલા મહિલાઓ પરના અત્યાચાર પર જણાવ્યુ કે, મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં મહિલા સુરક્ષાની માત્ર વાતો કરવામાં આવે છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

GDPના આંકડા કોંગ્રેસે નહી પરંતુ સરકારે જ જાહેર કર્યા છે. દેશ માટે શું કરવું જોઇએ તે સરકારને વિચાર કરવો જોઈએ. દેશના હિત માટે અમે સરકાર સાથે રહીને કામ કરીશું. ત્યાર બાદ પાક વીમા મુદ્દે પ્રતિક્રિયા આપતા રાજીવ સાવતે કહ્યું કે પાક વીમા માટે જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય અપાઈ નથી. આ સાથે જ કોંગ્રેસ પ્રભારી સાતવે ગુજરાતમાં વધી રહેલા મહિલાઓ પરના અત્યાચાર પર જણાવ્યુ કે, મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં મહિલા સુરક્ષાની માત્ર વાતો કરવામાં આવે છે.

આ અગાઉ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ GDP ના આંકડાને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુ. પ્રિયંકા ટ્વિટર પર લખ્યું હતું શું અચ્છે દિન આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રિયંકા ગાંધીએ મોદી સરકારની અનેક મુદ્દાઓને લઇને નિંદા કરી હતી. પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું છે કેGDPગ્રોથ 4.5 ટકા થઇ ગયો. જે દર્શાવી રહ્યું છે કે બધા વચન ખોટા છે અને આગળ વધાવાની ઇચ્છા વાળા ભારત અને તેની અર્થવ્યવસ્થાને ભાજપ સરકારે પોતાની નાકામાયાબીને લઇને બરબાદ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code