આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે હવે ધીમે ધીમે શાકભાજી અને દૂધ વિક્રેતા તથા છાપા વિતરણ કરનાર પણ ભોગ બની રહ્યા છે આવાં કિસ્સામાં વધુ એક કિસ્સો એવો આવ્યો છે. જે અમદાવાદના નિર્ણયનગર વિસ્તારનો છે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલાં અપેક્ષા એપાર્ટમેન્ટમાં રહેતાં 45 વર્ષનાં વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વ્યક્તિને કોઈપણ લક્ષણો નહોતાં છતાં તપાસમાં આવેલી ટીમે ટેસ્ટ કર્યો હતો જે બાદ પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. નિર્ણયનગર સેક્ટર 1માં રત્નજ્યોત સોસાયટીની સામે અનાજની દળવાની ઘંટી ધરાવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના નિર્ણયનગરમાં રહેતાં આ વ્યક્તિની અનાજ દળવાની ઘંટી નિર્ણયનગર સેક્ટર 1માં હતી. રત્નજયોત સોસાયટીની સામે અનાજ દળવાની ઘંટીની દુકાન ધરાવે છે.હાલ ઘંટી ધરાવતાં આ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ વ્યક્તિના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોરોના ગ્રસ્ત વ્યક્તિનો દીકરો પિતા સાથે દુકાનમાં મદદ કરતો હતો જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમણે અમદાવાદ મ્યુ કોર્પોરેશને તપાસમાં જણાવ્યું કે તેઓ ક્યાંય બહાર નથી ગયા છતાં કોરોના પોઝિટીવ કેવી રીતે થયો તે ખ્યાલ નથી આવ્યો. 3 દિવસ પહેલાં કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા સુપર સ્પ્રેડરની તપાસ કરવામાં આવી હતી જેમાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, સ્થાનિકોમાંથી અનેક લોકો ઘંટી પર લોટ લેવા આવતા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code