ગુજરાતઃ કોરોના વાયરસનો કહેર યથાવત, 24 કલાકમા 620 કેસ, 20ના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 620 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં ચિંતા વધી છે. સુરતમાં છેલ્લા ઘણા
 
ગુજરાતઃ કોરોના વાયરસનો કહેર યથાવત, 24 કલાકમા 620 કેસ, 20ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 620 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં ચિંતા વધી છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી 200 અને 200 કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં અમદાવાદમાં 197, સુરતમાં 199, આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં શહેરમાં 15, કચ્છમાં 9, ભરૂચમાં 8, મહેસાણામાં 7, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, ખેડામાં 6, ભાવનગર, રાજકોટ શહેરમાં 5-5, અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, ગીર સોમનાથમાં 3, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગરમાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, નવસારી, મોરબીમાં 2-2, રાજકોટમાં, બનાસકાંઠામાં 1, નર્મદામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, અન્યરાજ્યમાં એક મળીને 620 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 32446 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આ પૈકીના 23670 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 6928 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં હાલમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધીમાં અમદાવાદમાં 20,913 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1442 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાંથી 15,968 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.