ગુજરાત: સુરેન્દ્રનગર અને ડાંગ જિલ્લામાં પણ કોરોનાનો પગપેસારો: જયંતિ રવિ

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. અને હવે સુરેન્દ્રનગર અને ડાંગમાં પણ કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે કોરોનાના ટેસ્ટિંગ સહિતને લઇને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું કે હાલ રોજ રાજ્યમાં 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારમાં અગ્રેસિવ ટેસ્ટિંગ થયું છે. અટલ સમાચાર
 
ગુજરાત: સુરેન્દ્રનગર અને ડાંગ જિલ્લામાં પણ કોરોનાનો પગપેસારો: જયંતિ રવિ

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. અને હવે સુરેન્દ્રનગર અને ડાંગમાં પણ કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે કોરોનાના ટેસ્ટિંગ સહિતને લઇને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું કે હાલ રોજ રાજ્યમાં 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારમાં અગ્રેસિવ ટેસ્ટિંગ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ , થાન ખાતે 61 વર્ષના દર્દીને કોરોનાની પુષ્ટી કરવામાં આવી છે. ડાંગમાં પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો, પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. નવા સેમ્પલની સાથે સાથે દર્દીઓના રિપિટ ટેસ્ટ પણ થાય છે અને લેબની ક્ષમતાને ગુજરાત પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરી રહ્યું છે. સરકારના 15 સેન્ટરમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે ખાનગી લેબમાં રૂ.2 હજારમાં ટેસ્ટ થાય છે. અમે 24 કલાકમાં ટેસ્ટના પરિણામ આવે તે માટે વ્યવસ્થા કરી રહ્યાં છે. આ ઉપરાંત હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.