karansinh (1)
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કચ્છ

ગુજરાત શૈક્ષણિક અને આર્થિક બિન અનામત આયોગ યોજનાઓના લાભો પહોંચાડવા તનતોડ મહેનત કરી રહ્યું છે. નિગમ(GUEEDC)ના ડાયરેક્ટર સવર્ણ વર્ગોના આર્થિક રીતે પછાત પરિવારો સુધી પહોંચવા અથાગ પહેનતમાં લાગ્યા છે. ત્યારે નિગમના ડાયરેક્ટર કરણસિંહ ચાવડા ઉત્તર ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાના પ્રવાસે નીકળ્યા હતા. અહીં રાજપૂત કન્યા છાત્રાલયની છાત્રાઓની મુલાકાત લીધી હતી.

karansinh (2)

પ્રવાસ દરમિયાન રાજપૂત કન્યા છાત્રાલયમાં બિન અનામત નિગમના ડાયરેક્ટર કરણસિંહ ચાવડાનું કચ્છ જિલ્લાના તમામ ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓના અગ્રણીઓએ તેમનું શાલ, પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં કરણસિંહે નિગમની વિવિધ યોજનાઓની બારીકાઈથી સમજ પુરી પાડી લાભ લેવા અનુરોધ કર્યો હતો. તે ઉપરાંત સવર્ણ સમાજના અન્ય તમામ વંચિત વર્ગો સુધી પહોંચવા ગુજરાત સરકારે દ્રઢ નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યું હતું.

છાત્રાલય ખાતે ઉપસ્થિત સંસ્થાઓના આગેવાનોએ ભારત સરકારે આર્થિક રીતે પછાત વર્ગો માટેની વિવિધ યોજનાઓ અને 10 ટકા અનામતનો પ્રથમ અમલ કરવા બદલ ગુજરાત સરકાર અને રાજ્ય નિગમના ડાયરેક્ટર કરણસિંહનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code