ગુજરાત: આભડછેટનું કલંક! સરપંચે અનુ.જાતિના વ્યક્તિની સ્મશાનયાત્રા અટકાવી

અટલ સમાચાર,ડેસ્ક 21મી સદીમાં પણ આભડછેટનું કલંક પીછો છોડી ન રહ્યુ હોય તેવી ઘટના જૂનાગઢમાં બની છે. શિલ ગામમાં અનસુચૂતિ જાતિના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જોકે, આભડછેટના નામે ગામના સરપંચે તેમની અંતિમ યાત્રાને સ્મશાનમાં જતી અટકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે બાદમાં પોલીસની મધ્યસ્થીથી સ્મશાનયાત્રા નીકળી હતી. જેને લઇ સામાજીક આગેવાનોએ
 
ગુજરાત: આભડછેટનું કલંક! સરપંચે અનુ.જાતિના વ્યક્તિની સ્મશાનયાત્રા અટકાવી

અટલ સમાચાર,ડેસ્ક

21મી સદીમાં પણ આભડછેટનું કલંક પીછો છોડી ન રહ્યુ હોય તેવી ઘટના જૂનાગઢમાં બની છે. શિલ ગામમાં અનસુચૂતિ જાતિના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જોકે, આભડછેટના નામે ગામના સરપંચે તેમની અંતિમ યાત્રાને સ્મશાનમાં જતી અટકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે બાદમાં પોલીસની મધ્યસ્થીથી સ્મશાનયાત્રા નીકળી હતી. જેને લઇ સામાજીક આગેવાનોએ એટ્રોસિટીની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢના શિલ ગામમાં અનસૂચિત જાતિના લોકોની લાશને અંતિમ વિધિ પણ ન કરવા મળે તો સામાજિક સમરસતાની વાતો ન કરવી જોઈએ આવી ચર્ચા થઈ છે. આ મામલે આગેવાનો સાથે મળી અને પરિવારે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે. બાદમાં આગેવાન પરબત મકવાણાએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. જોકે દોષિતો પર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની ચીમકી પણ મકવાણાએ ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાંથી જ્યારે આભડછેટની ઘટના સામે આવી છે ત્યારે રાજ્યના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કાયમ પડકાર ફેંકતા આવ્યા છે. મેવાણીએ અનેક સભાઓમાં અને પત્રકારો સાથેના વાર્તાલાપમાં કહ્યું છે કે, સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો રાજ્યના કોઈ પણ તાલુકામાંથી એક તાલુકો પસંદ કરે અને મુખ્યમંત્રી સ્વયં જાહેરાત કરે કે અમે આ ગામને આભડછેટ મુક્ત બનાવ્યું છે.