ગુજરાતઃ ડ્રાઇવરને ઝોકું આવી જતા ગાડી કેનાલમાં ખાબકી ચારના મોત

અટલ સમાચાર, ડેસ્ક ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-1 ડેમની કેનાલ પસાર થઇ રહી છે. આજે વહેલી સવારે કારના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી કેનાલમાં ખાબકી હતી. જેમાં ચારના મોત અને એકને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને લઇને ગામના લોકો દોડી ગયા હતા
 
ગુજરાતઃ ડ્રાઇવરને ઝોકું આવી જતા ગાડી કેનાલમાં ખાબકી ચારના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-1 ડેમની કેનાલ પસાર થઇ રહી છે. આજે વહેલી સવારે કારના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી કેનાલમાં ખાબકી હતી. જેમાં ચારના મોત અને એકને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને લઇને ગામના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

કારમાં સવાર તમામ લોકો જામજોધપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જો કે હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી એટલે ખાલી છે.