ગુજરાતઃ દવા પી પ્રેમિકા કૂવામાં કૂદી, પ્રેમીનો ભાઇ બચાવવા ગયો, બંનેના મોત

અટલ સમાચાર, ડેસ્ક જામનગર જિલ્લાના કાલાવડના નવાગામમાં જમનભાઈ સાવલિયાની વાડીએ કામ કરતા માતા-પિતા સાથે કાજલ પ્રવીણ બરજોડ નામની કિશોરી પણ ગઈ હતી. દરમિયાન કાજલે ઝેરી દવા પી વાડીમાં આવેલા કૂવામાં કૂદી જતા નિલેશ મુકેશ ચારેલ નામનો યુવક પણ બચાવવા માટે કુવામાં કુદ્યો હતો. પરંતુ બન્ને કૂવામાંથી કલાકો સુધી બહાર ન આવતા ગ્રામજનોએ મહેનત કરી બન્નેને
 
ગુજરાતઃ દવા પી પ્રેમિકા કૂવામાં કૂદી, પ્રેમીનો ભાઇ બચાવવા ગયો, બંનેના મોત

અટલ સમાચાર, ડેસ્ક

જામનગર જિલ્લાના કાલાવડના નવાગામમાં જમનભાઈ સાવલિયાની વાડીએ કામ કરતા માતા-પિતા સાથે કાજલ પ્રવીણ બરજોડ નામની કિશોરી પણ ગઈ હતી. દરમિયાન કાજલે ઝેરી દવા પી વાડીમાં આવેલા કૂવામાં કૂદી જતા નિલેશ મુકેશ ચારેલ નામનો યુવક પણ બચાવવા માટે કુવામાં કુદ્યો હતો. પરંતુ બન્ને કૂવામાંથી કલાકો સુધી બહાર ન આવતા ગ્રામજનોએ મહેનત કરી બન્નેને કૂવાની બહાર બેભાન હાલતમાં કાઢી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા હતા. અહીં કાજલ અને નિલેશ બન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કાજલ નિલેશના ભાઇ સાહિલ ઉર્ફે વિપુલની પ્રેમિકા હતી. સાહિલે સવારે દવા પી લીધી હોવાની કાજલને જાણ થતા આ પગલું ભર્યું હતું. આજે શુક્રવારે વેલેન્ટાઇન ડે છે ત્યારે ગઇકાલે આ ઘટના બની હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સંતરામપુરના પ્રથમપુર ગામના વતની અને નવાગામમાં જમનભાઇ સાવલીયાની વાડીમાં ખેતમજૂરી કરતો સાહિલ ગઇકાલે સવારે ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં જમનભાઇની વાડીમાં જ રહેતી અને સંતરામપુરની વતની કાજલે ઝેરી દવા પી કૂવામાં ઝંપલાવ્યું હતું. ઘટના સમયે સાહિલનો મોટો ભાઇ નિલેશ ત્યાં હાજર હોવાથી બચાવવા તે પણ કુદ્યો હતો. પરંતુ બંનેમાંથી કોઇને તરતા આવડતું ન હોવાથી ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા હતા.