ગુજરાત: લૉકડાઉનના કારણે પ્રદૂષણ ઘટતા હવા શુદ્ધ બની

અટલ સમાચાર,ડેસ્ક સમગ્ર દેશમાં કોરના વાયરસના કારમે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે લૉકડાઉનના કારમે વાહનો અને ઉદ્યોગોને તાળા લાગી જતા અમદાવાદ સહીત દેશભરની હવા શુદ્ધ બની છે.AQMS એટલે કે એર ક્વોલેટી મોનિટરીગ સિસ્ટમ.ભારત સરકાર દ્વારા મુંબઈ, દિલ્હી,પુના અને અમદાવાદમાં એર ક્વોલેટી મોનિટરીગ સિસ્ટમ શરુ કરવામાં આવી છે.જેના કારણે મેગાસિટીની હવા કેટલી શુદ્ધ છે તેની જાણકારી મળી
 
ગુજરાત: લૉકડાઉનના કારણે પ્રદૂષણ ઘટતા હવા શુદ્ધ બની

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર દેશમાં કોરના વાયરસના કારમે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે લૉકડાઉનના કારમે વાહનો અને ઉદ્યોગોને તાળા લાગી જતા અમદાવાદ સહીત દેશભરની હવા શુદ્ધ બની છે.AQMS એટલે કે એર ક્વોલેટી મોનિટરીગ સિસ્ટમ.ભારત સરકાર દ્વારા મુંબઈ, દિલ્હી,પુના અને અમદાવાદમાં એર ક્વોલેટી મોનિટરીગ સિસ્ટમ શરુ કરવામાં આવી છે.જેના કારણે મેગાસિટીની હવા કેટલી શુદ્ધ છે તેની જાણકારી મળી શકે છે.

જો કે કાર્બન ડાયક્સાઈડ, ઓઝોન થ્રી,નાઇટ્રોજન ડાયોક્સાઇડ ટુનું પ્રમાણ કેટલુ છે અને કેટલુ હોવુ જોઈએ.તેના પરથી એર ઈન્ડેક્ષ નક્કી કરવામાં આવ્યુ છે. AQI એટલે કે એર ક્વોલેટી ઈન્ડેક્ષ અને જો 0-થી 100 સુધી એર ઈન્ડેક્ષ હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવુ માની શકાય..પરંતુ 100 થી ઉપર એર ઈન્ડેક્ષ વધુ નોંધાય તો હવામાં પ્રદુષણનુ પ્રમાણ વધી જાય છે.અને 200થી વધારે એર ઈન્ડેક્ષ નોંધાય તો હવામાં પ્રદુષણનો ખતરો વધી જાય છે..

હવામાં પ્રદુષણ વધવાનુ મુખ્ય કારણ છે કે શહેરી વિસ્તારમાં વધતા જતા વાહનો ,ફેકટરીઓ દ્વારા ફેલાતુ પ્રદુષણ અને ઘટતા જતા વુક્ષોનુ પ્રમાણ.લાખોની સંખ્યમાં વાહનો રોજ ઝેર ઓકી રહ્યા છે..જેના કારણે શહેરમાં રોજ બરોજ હવામાં પ્રદુષણનુ પ્રમાણ વધતું હોય છે. પરંતુ છેલ્લા 7 દિવસથી વાહન વ્યવહાર બંધ છે.જેની અસર વાતાવરણ ઉપર જોવા મળી છે.અને હવા અતિ શુદ્ધ બની છે.અત્યારે અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ માં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.અને હવા શુદ્ધ બની ગઈ છે.જોકે દેશભરમાં લોકડાઉન છે અને તેની સીધી અસર વાતાવરણ ઉપર જોવા મળી છે.અમદાવાદ,દિલ્હી,પુના,મુંબઇ તમામ શહેરોની હવા અતિ શુદ્ધ બની છે.