ગુજરાતઃ માતાના 3થી વધુ પુરૂષો સાથે સંબંધ હોવાથી પુત્રએ જ કરાવી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક વાપીના GIDCમાં આવેલી ચાણોદ કોલોનીમાં રહેતી રેખાબેન મહેતા અને તેને મહારાષ્ટ્રથી મળવા આવેલી બહેનપણી અનીતાની 11 જાન્યુઆરીના રોજ રાત્રે નવ વાગ્યા ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ઘર અજાણ્યા બુકાનીધારી શખ્સ આવ્યા હતા અને બંને મહિનાઓની ગોળી મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ GIDC પોલીસને થતા પોલીસ
 
ગુજરાતઃ માતાના 3થી વધુ પુરૂષો સાથે સંબંધ હોવાથી પુત્રએ જ કરાવી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

વાપીના GIDCમાં આવેલી ચાણોદ કોલોનીમાં રહેતી રેખાબેન મહેતા અને તેને મહારાષ્ટ્રથી મળવા આવેલી બહેનપણી અનીતાની 11 જાન્યુઆરીના રોજ રાત્રે નવ વાગ્યા ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ઘર અજાણ્યા બુકાનીધારી શખ્સ આવ્યા હતા અને બંને મહિનાઓની ગોળી મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ GIDC પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પ્રાથમિક તપાસ બાદ હત્યાનો ગુનો દાખલ કરીને બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હત્યારાઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરિમયાન ખુલાસો થયો હતો કે, રેખા મહેતાનો પુત્ર બીપીન જ આરોપી હતો. પોલીસે બીપીન અને મહિલાની હત્યાનો સોપારી લેનારા મિત્રની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરી હતી. પોલીસ સમક્ષ બીપીને કબુલાત કરી હતી કે, રેખા મહેતાને ત્રણથી વધારે પુરુષોની સાથે સંબંધ હતો અને તેઓ સોશિયલ મીડિયામાં પુરુષો સાથે બીભત્સ ચેટીંગ કરતી. આ વાતની જાણ થતા તેને માતાનો મોબાઈલ બક એપ્લીકેશનથી હેક કરીને માતાની અન્ય પુરુષ સાથે થયેલી ચેટીંગને ચેક કરી હતી.

ગુજરાતઃ માતાના 3થી વધુ પુરૂષો સાથે સંબંધ હોવાથી પુત્રએ જ કરાવી હત્યા

માતાના અન્ય પુરુષોની સાથે સંબંધની વાતની ખરાઈ થતા બીપીને તેની માતાની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. બીપીને તેના મિત્ર કુંદનગીરીને માતાની હત્યા કરવા માટે પાંચ લાખની સોપારી આપી હતી અને બિહારના બે શુટરને રેખાનો ફોટા આપીને હત્યા કરવાનું કહ્યું હતું. જ્યારે બને શુટરો ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે એકની જગ્યા પર બે મહિલાઓને જોઈને શુટર આશ્ચર્ય ચકિત થઇ ગયા મુંજવણમાં બંને મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર મામલે હાલ પોલીસે બીપીન અને મહિલાની હત્યાની સોપારી લેનારા ઇસમની ધરપકડ કરીને બે શુટરોને પકડવાની તજવીજ શરૂ કરી છે.