ગુજરાત: આ કારણથી ડિસેમ્બર મહિનો આવ્યો છતાં હજુ ઠંડી લાગતી નથી

અટલ સમાચાર, ડેસ્ક હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે બુરેવી વાવાઝોડાની અસર ગુજરાતને નહીં થાય. જોકે દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને કેરળના દરિયા કિનારા તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું નબળું પડતા ફરી ઉત્તર તરફના પવન ફૂંકાવવાનું શરૂ થશે અને ઠંડીનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થયું
 
ગુજરાત: આ કારણથી ડિસેમ્બર મહિનો આવ્યો છતાં હજુ ઠંડી લાગતી નથી

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે બુરેવી વાવાઝોડાની અસર ગુજરાતને નહીં થાય. જોકે દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને કેરળના દરિયા કિનારા તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું નબળું પડતા ફરી ઉત્તર તરફના પવન ફૂંકાવવાનું શરૂ થશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થયું છે. જેનુ નામ ‘બુરેવી’ રાખવામાં આવ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય એટલે ગુજરાતના વાતાવરણ પર અસર જોવા મળે છે પરંતુ વાવાઝોડું બુરેવી ગુજરાતથી ખૂબ દૂર છે એટલે કોઈ ચિંતા નથી. પરંતુ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાય છે. તાપમાન ઉંચું રહેવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.

22 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં અનુક્રમે ગતિ, નિવાર અને બુવેરી વાવાઝોડા છે. વાવાઝોડાના કારણે ઋતુઓની પેટર્ન ઉપર પણ અસર જોવા મળે છે. જે અત્યારે ગુજરાત માં જોવા મળી છે. વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાય છે. તાપમાન ઉંચું નોંધાતા શિયાળાની ઋતુમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

બુરેવી વાવાઝોડાને લઈ તમિલનાડુ અને કેરળના દરિયા કિનારા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી કરવા આવી છે. વાવાઝોડું 6 કલાકે 13 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. તેમજ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.