આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ એટલે કે સારી ભાવનાથી કરાતા સ્પર્શ અને ખરાબ ભાવના સાથે કરાતા સ્પર્શ વિશે ખાસ માર્ગદર્શન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે  શિક્ષકોને તૈયાર કરી તેમની જવાબદારી નક્કી કરવાનું આયોજન ગોઠવાઈ શકે છે.

માર્ગદર્શન આપવા શાળા શ્રેષ્ઠ સ્થળ‌ બની શકે.

બાળકોને નાનપણથી જ સ્પર્શ અને તેની પાછળના ઈરાદા વિશે જાણકારી મળે તો અત્યાચારોને રોકવા ઘણી મદદ મળી શકે છે. મોટાભાગના સંજોગોમાં કોઈ પરિચિત બાળકની જાતિય સતામણી કરતું હોય છે. આવામાં તેમને ગંદી ભાવના સાથે કરવામાં આવતા સ્પર્શ એટલે કે ટચ વિશે શાળામા માર્ગદર્શન અપાય તો દૂષણ નિવારવામાં ઘણી મદદ મળે તેમ છે.

મધ્યવર્તી શિક્ષકની નિમણૂંક કરી બાળકોને ટચ વિશે જ્ઞાન અપાશે

તમામ ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળામાં બાળકોને               ટચ વિશે માહિતગાર કરવામાં આવશે.

 • “ગુડ ટચ અને બેડ ટચ”નું  શિક્ષક માર્ગદર્શન આપશે, જેનાથી બાળકોને સ્પર્શનો ખ્યાલ આવશે.

  બાળ સુરક્ષા માટેના પોસ્કો એક્ટની કલમ 375 અને 376 વિશે પણ શિક્ષકો દ્વારા બાળકોને જ્ઞાન અપાશે.

  ગુજરાતમાં પોક્સોના કેસ ક્યારે કેટલા
  વર્ષકેસ નોંધાયાદોષીતદોષમુક્ત
  20122482677
  201334453249
  20141,64768435
  20152,02156412
  2016205540212
  20172,21518110
  કુલ10,4772761,596

   

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code