ગુજરાતઃ ડુંગળીના વાવેતરમાં 80 ટકાના ધરખમ ઘટાડાથી ખેડૂતો ચિંતાતુર

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત માટે આવનારા દિવસો કપરા સાબિત થવાના છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની તંગી વતાર્ય રહી છે તો બીજી તરફ વર્ષ 2018ની સરખામણીમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 80 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. રાજ્યના જાહેર કરેલા વાવેતરના રિપોર્ટમાં દશાર્વવામાં આવ્યું છે કે વાવણી માત્ર 1,811 હેક્ટર જમીન પર થઈ છે, જે
 
ગુજરાતઃ ડુંગળીના વાવેતરમાં 80 ટકાના ધરખમ ઘટાડાથી ખેડૂતો ચિંતાતુર

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માટે આવનારા દિવસો કપરા સાબિત થવાના છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની તંગી વતાર્ય રહી છે તો બીજી તરફ વર્ષ 2018ની સરખામણીમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 80 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. રાજ્યના જાહેર કરેલા વાવેતરના રિપોર્ટમાં દશાર્વવામાં આવ્યું છે કે વાવણી માત્ર 1,811 હેક્ટર જમીન પર થઈ છે, જે 2018માં થયેલી 9,214 હેક્ટરમાંથી માત્ર 20 ટકા જ છે.

2018માં ડુંગળીના 1.57 લાખ ટન વાવેતરની સામે આ વર્ષે માત્ર 31 હજાર ટનનું જ ઉત્પાદન થવાની શક્યતાને લઈને તેના ભાવ આસમાને પહોંચશે તેવી આશંકા છે. ગુજરાત પોકેટબુક ઓફ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ 2018 પ્રમાણે રાજ્યમાં હેક્ટર દીઠ 171.62 ક્વિન્ટલ અથવા 17 ટનની ઉપજ નોંધાય હતી. મહારાષ્ટ્ર, કણાર્ટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ગુજરાત ડુંગળીનું ઉત્પાદન કરતું સૌથી મોટું પાંચમું રાજ્ય છે જેનો માર્કેટશેર 6.5 ટકા છે. ઉનાળો પણ વાવણીની ચિંતાનું કારણ છે, કારણ કે શિયાળામાં પણ 46,363 હેક્ટરની સરખામણીમાં સરેરાશ 28,647 હેક્ટરમાં વાવતેર થયું હતું.

ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતું સૌથી મોટું કેન્દ્ર અને ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ, આ વખતે ડુંગળીના વાવતેરમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. સ્થાનિક અનુમાન પ્રમાણે મહુવા અને અમરેલીના મોટાભાગના ખેડૂતોએ આ વર્ષે ડુંગળીનું વાવેતર કર્યું નથી કારણ કે ગયા વર્ષે તેમને તેમના પાકની યોગ્ય કિંમત મળી નહોતી. મોટાભાગના ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 1થી 2 રુપિયા મળ્યા હતા.

ગુજરાતમાં થતાં ડુંગળીના પાકની સૌથી વધારે માગ દિલ્હી, રાજસ્થાન અને પંજાબ સહિતના અન્ય રાજ્યોમાં વધારે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્ર અને કણાર્ટક ઓછા ભાવે અને સારી ગુણવત્તા સાથે સ્પર્ધા આપી રહી છે. આ રીતે વેચાણ મોટા ભાગે સ્થાનિક બજાર પૂરતું જ સીમિત રહે છે, જેના કારણે ખેડૂતોની આવક પણ ઘટે છે.