આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ સહિત પાંચ સભ્યોની નિમણુંક કરી છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરી છે.

બોર્ડના અન્ય સભ્યો તરીકે ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમભાઇ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહજી ઝાલા અને હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યમંત્રીએ ગત તા. 21 જૂન વિશ્વ યોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશનરનો સમાવેશ થયેલો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code