ગુજરાતઃ પૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે પેન્શનની માંગ કરી

અટલ સમાચાર, ગાંધીનગર રાજ્યના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકાર પાસે પેન્શનની માંગણી કરાઈ છે. પૂર્વ ધારાસભ્યોએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા કે તેમનું સતત અપમાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા પૂર્વ ધારાસભ્યોને વોલ્વોમાં ફ્રી મુસાફરી કરવાની સવલત જાહેર કરવામાં આવી હોવા છતાં વોલ્વોમાં તેમને ફ્રીમાં મુસાફરીનો લાભ મળતો નથી. પૂર્વ ધારાસભ્યોએ
 
ગુજરાતઃ પૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે પેન્શનની માંગ કરી

અટલ સમાચાર, ગાંધીનગર

રાજ્યના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકાર પાસે પેન્શનની માંગણી કરાઈ છે. પૂર્વ ધારાસભ્યોએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા કે તેમનું સતત અપમાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા પૂર્વ ધારાસભ્યોને વોલ્વોમાં ફ્રી મુસાફરી કરવાની સવલત જાહેર કરવામાં આવી હોવા છતાં વોલ્વોમાં તેમને ફ્રીમાં મુસાફરીનો લાભ મળતો નથી. પૂર્વ ધારાસભ્યોએ પેન્શનલ, મેડિકલ અને એસ.ટીમાં મુસાફરી સહિતના મુદ્દે પોતાની માંગણીઓ મૂકી હતી. તેમણે કહ્યું હતું કે CMને અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જવાબમાં આપવામાં નથી આવતો જ્યારે વિરોધ પક્ષના નેતાને પણ રજૂઆત કરી હોવા છતાં તેમના તરફથી પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી.

આ પત્રકાર પરિષદમાં પૂર્વ નાણામંત્રી અને કાઉન્સિલના પ્રમુખ બાબુ મેઘજી શાહ, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ, ભીખા રબારી, કરશન સોનેરી, સહિતના ધારાસભ્યો એકઠાં થયા હતા. બાબુ મેઘજી શાહે જણાવ્યું, “કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હોય છે. ગુજરાતની પૂર્વ ધારાસભ્યોની સ્થિતી ખરાબ છે, એસ.ટી.માં ખરાબ વર્તન કરવામાં આવે છે, કન્ડક્ટરો વોલ્વોમાં બેસવા દેતા નથી. સરકારનો પરિપક્ષ હતો પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં સરકાર ધ્યાન આપતી નથી.”

પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્યો પણ પ્રજાના કામ કરે છે, તમામ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતી સારી હોય તે જરૂરી નથી. જેમને જરૂરિયાત હોય તેવા પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. અમારી માંગણીઓની નોંધ સરકાર સાથે વિપક્ષના નેતાએ પણ નથી લીધી. પૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે 20,000 રૂપિયા પેન્શનની માંગણી કરી છે.