ગુજરાત: આજથી ઉદ્યોગોમાં મળશે તબક્કાવાર છૂટ, નિયમોનું કરવું પડશે પાલન

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં આજે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત કેટલીક શરતો સાથે છૂટછાટો મળવાની સરકારે જાહેરાત કરી છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને તબક્કાવાર જ મંજૂરી મળવાની છે. પરંતુ શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. જોકે, રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની
 
ગુજરાત: આજથી ઉદ્યોગોમાં મળશે તબક્કાવાર છૂટ, નિયમોનું કરવું પડશે પાલન

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં આજે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત કેટલીક શરતો સાથે છૂટછાટો મળવાની સરકારે જાહેરાત કરી છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને તબક્કાવાર જ મંજૂરી મળવાની છે. પરંતુ શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. જોકે, રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે નહી. આજથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે.જોકે કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ થવાના લીધે દેશભરમાં આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે થોભી ગઇ હતી. આ બધાની વચ્ચે વૈશાખી બાદ પાકની કાપણીની પ્રક્રિયા શરૂ થઇ છે, તો સરકાર તરફથી ખેડૂતોને ધ્યાનમાં રાખતા ઘણી રાહતની જાહેરાત કરાઈ છે. સાથો સાથ કેટલાંક બીજા ક્ષેત્રોમાં પણ છૂટ અપાઇ છે. આજથી ખેડૂત-મજૂરોને ખેતી માટે છૂટ છે, ખેતી સાથે જોડાયેલી દુકાનો ખુલી, સરકારી ઓફિસોમાં 33 ટકા સુધીનો સ્ટાફ રહેશે.

મજૂર માત્ર એક જ રાજ્યમાં રહીને આમ-તેમ કામ કરવા જઇ શકશે. શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. કોરોનાના સંકટ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે આજથી કલેકટર તંત્ર દ્વારા જે ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે જે ઉદ્યોગો શરૂ થવાના છે. તેઓને કેટલાક આકરા નિયમોનું ચુસ્ત પાલન કરવુ પડશે.