ગુજરાત: એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું છે ? આ રહી ગાઈડલાઈન

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત સરકારે રાજ્યમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, રેડ ઝોન અથવા ઝોનથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી. એટલું જ નહીં પણ અન્ય ઝોનનાં લોકોને પણ રેડ ઝોન કે કન્ટેઈમેન્ટ ઝોનની અંદર જવા માટે પણ મંજૂરી આપવામાં આવી નથી. આ માટેના 13
 
ગુજરાત: એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું છે ? આ રહી ગાઈડલાઈન

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સરકારે રાજ્યમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, રેડ ઝોન અથવા ઝોનથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી. એટલું જ નહીં પણ અન્ય ઝોનનાં લોકોને પણ રેડ ઝોન કે કન્ટેઈમેન્ટ ઝોનની અંદર જવા માટે પણ મંજૂરી આપવામાં આવી નથી. આ માટેના 13 સ્ટેપ સરળતાથી સમજો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકારી ગાઇડલાઇન મુજબ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મામલતદાર પાસેથી મંજૂરી લેવાની છે. મામલતદાર પાસેથી મંજૂરી મળ્યાં બાદ જિલ્લા કંટ્રોલરૂમ મંજૂરીનો રિપોર્ટ જયાં પહોંચવાનું છે તે જિલ્લાને મોકલશે.

અહીં કરાવવું પડશે રજિસ્ટ્રેશન

https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx

રાજ્યમાં જેટલાં ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાંથી જ અવરજવર માટે મંજૂરી આપવામાં આવી છે. તો અવરજવર કરવા માટે પણ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. બંને જિલ્લાઓએ આ માટે સંકલન કરવું પડશે. અને એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જાઓ તો 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે. અને ક્વોરન્ટાઈન સમય પૂર્ણ થયા બાદ જ નોકરી પર જઈ શકાશે.

આ રહ્યા 13 સ્ટેપ્સ

  • ગુજરાત રાજ્યની અંદર અવરજવર માટે જ માન્ય રહેશે
  • જે જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાનું હોય તેમણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ધંધા-રોજગારની પ્રવૃત્તી અથવા તેના સ્થળ સુધી પહોંચવા તેમજ ખેડૂતોને ખેતીના કામકાજ માટે જવા પુરતી મંજૂરી આપવામાં આવ આવશે. તે સિવાયના પ્રસંગો માટે મંજૂરી નહીં મળે
  • રેડ ઝોન અથવા કન્ટેનમેન્ટ ઝોનથી જવા માટે અથવા રેડઝોન કે કન્ટેનમેન્ટ ઝોનમાં જવા માટે પરવાનગી નહીં મળે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં અંદરો અંદર જવાની પરવાનગી મળશે.
  • એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતી વ્યક્તિએ Digital Gujarat પોર્ટલમાં રાજ્યની અંદર મુસાફરી પાસ માટે અરજી કરી જે વિસ્તારમાં છે ત્યાનાં મામલતદાર પાસેથી મંજૂરી મેળવવી પડશે.
  • જિલ્લા કક્ષાએ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા અપાતી મંજુરીનો સંકલિત રિપોર્ટ વ્યક્તિના નામ ઓળખની વિગતો વાનના પ્રકાર તમામ માહિતી જ્યાં પહોંચવાનું છે ત્યાં મોકલવાની રહેશે.
  • મંજુરી આપનાર જિલ્લાએ મંજુરી આપતા પહેલા જે જિલ્લામાં વ્યક્તિ જવા માંગે છે તે જિલ્લા સાથે કોર્ઓડિનેશન કરીને વધુમાં વધુ કેટલા વ્યક્તિ ત્યાં મોકલી શકાશે તે અંગે પણ નક્કી કરવાનું રહેશે.
  • શરૂઆતમાં ઓછી સંખ્યામાં મંજૂરી આપવામાં આવશે. તબક્કાવાર સંખ્યા વધારાશે
  • વળી વ્યક્તિનું મેડિકલ સ્ક્રિનીંગ અને કોરોનાના લક્ષણ ન દેખાય તે ચેકિંગ કરીને જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની પરવાનગી મળશે.
  • જે જિલ્લામાં વ્યક્તિ બીજા જિલ્લામાંથી પહોંચે ત્યાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે.
  • ધંધા-રોજગાર, ખેડૂત કોઈપણ વ્યક્તિ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય છે તેને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઈન થયા બાદ જ તે કામે જઈ શકશે.
  • વ્યક્તિએ પ્રવાસ દરમિયાન પણ ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું પડશે.
  • સરકારી એજન્સીના કોન્ટ્રક્ટના કામ અર્થે અથવા મેડિકલ ઈમરજન્સી અને અન્ય આકસ્મિક સંજોગોમાં અપાતી પરવાનગી રાબેતા મુજબ અપાશે.
  • કેન્દ્રિ. ગૃહમંત્રાલયની ગાઈડલાઈન અને સૂચનાઓ જે મુજબ આવે તે મુજબ તેનું પાલન કરવાનું રહેશે.